Jamnagar : દરિયાઈ પક્ષીઓની પ્રથમ વસ્તી ગણતરીનો આજથી પ્રારંભ, પ્રથમ દિવસે તજજ્ઞો આપશે માહિતી
- Jamnagar માં દરિયાઈ પક્ષીઓની પ્રથમ વસ્તી ગણતરીનો આજથી પ્રારંભ
- મરીન નેશનલ પાર્ક અભયારણ્યમાં કામગીરી હાથ ધરાશે
- 3 થી 5 જાન્યુઆરી દરમિયાન પક્ષીઓની ગણતરી હાથ ધરાશે
- પ્રથમ દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રનાં તજજ્ઞો માહિતી આપશે
ગુજરાતનાં જામનગરમાં (Jamnagar) આજથી દરિયાકાંઠાનાં અને દરિયાઈ પક્ષીઓની પ્રથમ વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. આ કામગીરી 5 જાન્યુઆરી સુધી હાથ ધરાશે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી નિષ્ણાતો અને સંશોધકો આ પ્રથમ વસ્તી ગણતરીમાં ભાગ લેશે. મરીન નેશનલ પાર્ક અભયારણ્યમાં આ કામગીરી હાથ ધરાશે.
આ પણ વાંચો - Rajkot : Waqf Board નાં નામે દુકાનો ખાલી કરાવવા મામલે BJP કાર્યકર સહિત 9 ની ધરપકડ
મરીન નેશનલ પાર્ક અભયારણ્યમાં પ્રથમ વસ્તી ગણતરી
જણાવી દઈએ કે, દરિયાકાંઠાનાં અને દરિયાઈ પક્ષીઓનું સ્વર્ગ ગણાતા જામનગરનાં (Jamnagar) મરીન નેશનલ પાર્ક અભયારણ્યમાં 3 થી 5 જાન્યુઆરી દરમિયાન દરિયાકાંઠાનાં અને દરિયાઈ પક્ષીઓની પ્રથમ વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી પક્ષી પ્રેમીઓ, નિષ્ણાતો અને સંશોધકો આવશે અને ભાગ લેશે.
આ પણ વાંચો - અમદાવાદીઓ આનંદો! આજથી શરૂ થશે Flower Show, જાણો આ વર્ષે શું છે ખાસ ?
5 જાન્યુઆરી સુધી ચાલશે કામગીરી
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રનાં ખ્યાતનામ તજજ્ઞો પોતાની માહિતી આપશે. જ્યારે બીજા દિવસે પક્ષી ગણતરી કરવામાં આવશે. ત્રીજા અને અંતિમ દિવસે નોલેજ શેરિંગ અને કાર્યક્રમનું સમાપન થશે. માહિતી અનુસાર, મરીન નેશનલ પાર્કમાં (Marine National Park) દરિયાઇ શેવાળ, આલ્ગી, સખત અને નરમ પરવાળા, કાચબા, ડોલ્ફીન, પોરપોઇઝ, ઉપરાંત વિવિધ જાતિની સ્ટારફીશ, પફરફીશ, કરચલાં, બ્રિટલ સ્ટાર, ઓક્ટોપસની સાથે ચેરની વિવિધ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો - BJP દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઇ, જુઓ આખી લિસ્ટ