Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માનહાનિ કેસમાં સજા રોકવા અંગે આજે આવશે ચુકાદો

  સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા ફોજદારી માનહાનિ કેસમાં બે વર્ષની સજા કરવામાં આવી હતી. બે વર્ષની સજાના ચુકાદાને રાહુલ ગાંધીએ અપીલ કરીને પડકારી હતી. જેનો ચુકાદો આજે ગુરુવારે આવે તેવી શક્યતા છે. નીચલી અદાલતે બે વર્ષની...
માનહાનિ કેસમાં સજા રોકવા અંગે આજે આવશે ચુકાદો
Advertisement

સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા ફોજદારી માનહાનિ કેસમાં બે વર્ષની સજા કરવામાં આવી હતી. બે વર્ષની સજાના ચુકાદાને રાહુલ ગાંધીએ અપીલ કરીને પડકારી હતી. જેનો ચુકાદો આજે ગુરુવારે આવે તેવી શક્યતા છે. નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. આ ફરિયાદ 2019માં ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ નોંધાવી હતી.

Advertisement

રાહુલે સજા વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ, ગત 23 માર્ચે સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ જજ આર.પી.મોગરાની કોર્ટમાં બંને પક્ષોની સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે. આ કેસમાં નિર્ણય આવે ત્યાં સુધી રાહુલને જામીન મળી ગયા છે. ટ્રાયલ કોર્ટની સજા સામે અપીલ દરમિયાન રાહુલ ગાંધીના વકીલ આરએસ ચીમાએ કહ્યું હતું કે આખો કેસ ઈલેક્ટ્રોનિક પુરાવા પર આધારિત છે, ટીવી ચેનલ પર રાહુલનું નિવેદન જોયા બાદ 100 કિલોમીટર દૂર બેઠેલા વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Advertisement

રાહુલના વકીલ ચીમાએ કહ્યું- કોર્ટનો નિર્ણય યોગ્ય નથી
તેમણે કહ્યું કે, આ કેસમાં નીચલી અદાલતે મહત્તમ સજા આપી, જે જરૂરી ન હતી. તેમણે એમ પણ કહ્યું કે નીચલી અદાલતની ન્યાયિક પ્રક્રિયા યોગ્ય રીતે થઈ નથી. કોર્ટનો નિર્ણય યોગ્ય જણાતો નથી. તે ખૂબ જ વિચિત્ર હતું, તેણે એમ પણ કહ્યું કે આ કેસમાં આરોપીને વધુમાં વધુ બે વર્ષની સજા થઈ છે. જો સજામાં એક દિવસનો પણ ઘટાડો કરવામાં આવ્યો હોત તો રાહુલની લોકસભાની સદસ્યતા છીનવાઈ શકી ના હોત, આ બાબત કોર્ટના સંજ્ઞાનમાં હતી.

રાહુલે આ નિવેદન 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન આપ્યું હતું
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, કર્ણાટકના કોલારમાં, રાહુલ ગાંધીએ ચૂંટણી ભાષણમાં મોદીની અટકનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે, બધા ચોરોની અટક મોદી શા માટે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ફરિયાદી પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોલિયાએ કોર્ટને એમ પણ કહ્યું કે જે દિવસે ટ્રાયલ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો તે દિવસે રાહુલે કોર્ટની બહાર ભારે વિરોધ કર્યો, બાલિશ વર્તન દર્શાવ્યું અને કોર્ટમાં ઘમંડી વર્તન કર્યું. ટોલિયાએ કોર્ટને એ પણ કહ્યું હતું કે રાહુલે નીચલી કોર્ટમાં પોતાના બદનક્ષીભર્યા નિવેદનો બદલ માફી માંગવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ  વાંચો- અરવલ્લી જિલ્લામાં પોલીસ આવાસનું ગૃહ રાજ્યમંત્રી હસ્તે લોકાર્પણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×