Junagadh : જેતપુર-સોમનાથ હાઈવે પર બે કાર ધડાકાભેર અથડાઈ, કુલ 7 નાં મોત
- Junagadh માં ભયંકર અકસ્માતમાં 7 લોકોનાં મોત
- જેતપુર-સોમનાથ હાઇવે પર બની ઘટના
- બે કાર અથડાતાં આગ લાગી, કુલ 7 લોકો મોતને ભેટ્યા
જુનાગઢમાં (Junagadh) ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેતપુર-સોમનાથ હાઈવે (Jetpur-Somnath highway) પર બે કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં કુલ 7 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી છે. અકસ્માતને પગલે લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી. સાથે જ સ્થાનિક પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને PM અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Mahesh Langa Case : રાજકોટમાં લાખો રૂપિયાનાં GST કૌભાંડ કેસમાં વધુ એકની ધરપકડ
બે કાર ધડાકાભેર અથડાઈ, કુલ 7 લોકોના મોત
જુનાગઢમાં (Junagadh) જેતપુર-સોમનાથ હાઇવે પર માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ નજીક આજે સવારે બે કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર સવાર કુલ 7 લોકોનાં મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોનાં ટોળેટોળા ભેગા થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે માળીયા હાટીના (Maliya Hatina) સરકારી હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Navsari : મોડી રાતે અજંપાભરી સ્થિતિ સર્જાતા પોલીસ દોડતી થઈ, લાઠીચાર્જ કરી કોમ્બિંગ કર્યું
અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો
પ્રાથમિક અહેવાલ અનુસાર, બે કાર સામસામે અથડાતા કારમાં રહેલ CNG ગેસનો બાટલો ફાટ્યો હતો, જેનાં કારણે કારમાં આગ લાગતા તેમાં સવાર લોકોનાં મોત નીપજ્યા છે. કારનો દરવાજો લોક થઈ જતાં, લોકો બહાર નીકળી શક્યા નહોતો, જેનાં કારણે તેમનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં મોતનો આંકડો હજું વધી શકે તેવા એંધાણ છે. અકસ્માતમાં બંને કારનાં ફુરચેફુરચા ઊડ્યા હતા. પોલીસે મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોનો સંપર્ક કરવાની કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat: ઘર બહાર રમતા બાળકોને ઠપકો આપવા ગયેલા યુવકને મોત મળ્યું, વાંચો આ અહેવાલ