Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : જુનાગઢ બાર એસો.ની માગ, જેના ઇશારે આ બધું થયું, તેની સામે..!

ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા પણ રાજપીપળા કોર્ટ પહોંચ્યા હતા. દરમિયાન પોલીસ દ્વારા તેમને કોર્ટમાં જવા અટકાવ્યા હતા
junagadh   જુનાગઢ બાર એસો ની માગ  જેના ઇશારે આ બધું થયું  તેની સામે
Advertisement
  1. નર્મદા પોલીસ સામે જુનાગઢ બાર એસો. નું વિરોધ પ્રદર્શન (Junagadh)
  2. ગોપાલ ઈટાલિયાને કોર્ટમાં જતા રોકતા કર્યો ઉગ્ર વિરોધ
  3. ચૈતર વસાવાની ધરપકડ બાદ ઈટાલિયાને પોલીસે રોક્યા હતા
  4. જુનાગઢ બાર એસોસિયેશને પોલીસની કામગીરીને વખોડી

Junagadh : આમ આદમી પાર્ટી (AAP) નેતા, વકીલ અને વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને (Gopal Italia) પોલીસ દ્વારા કોર્ટમાં જતા રોકવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. જે બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ મામલે હવે જુનાગઢ બાર એસોસિયેશન (Junagadh Bar Association) દ્વારા નર્મદા પોલીસની કામગીરીને વખોડવામાં આવી છે અને તમામ વકીલોએ ભેગા થઈ જેના ઇશારે આ બધું થયું તેની સામે પણ કાયદાકીય પગલાં લેવા ગુજરાત બાર એસો. ને માગ કરી છે.

આ પણ વાંચો - Narmada : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, કોર્ટે જામીન નામંજૂર કર્યા

Advertisement

Advertisement

ગોપાલ ઈટાલિયાને કોર્ટમાં જતા રોકતા વકીલોએ કર્યો ઉગ્ર વિરોધ

નર્મદા જિલ્લાની (Narmada) રાજપીપળા કોર્ટમાં ડેડીયાપાડાનાં MLA ચૈતર વસાવાને (Chaitar Vasava) હાજર કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા પણ રાજપીપળા કોર્ટ (Rajpipla Court) પહોંચ્યા હતા. જો કે, દરમિયાન પોલીસ દ્વારા તેમને કોર્ટમાં જવા અટકાવ્યા હતા. આથી, પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જે બાદ જુનાગઢ બાર એસોસિએશન દ્વારા નર્મદા પોલીસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - VADODARA : AAP MLA ચૈતર વસાવાને મેડિકલ ચેકઅપ અર્થે SSG હોસ્પિટલ લવાયા

'જેના ઇશારે આ બધું થયું, તેની સામે પણ કાયદાકીય પગલાં લેવામાં આવે'

માહિતી અનુસાર, જુનાગઢ બાર એસોસિએશન (Junagadh Bar Association) દ્વારા નર્મદા પોલીસે ગોપાલ ઈટાલિયાને (Gopal Italia) કોર્ટમાં જતા રોકતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જુનાગઢ બાર એસોસિયેશને પોલીસની આ કામગીરીને વખોડી છે અને જણાવ્યું કે, ચૈતર વસાવાની ધરપકડ બાદ ગોપાલ ઇટાલિયાને વકીલ તરીકે કોર્ટમાં જતા રોકવામાં આવ્યા અને ખરાબ વર્તન કરાયું. એસોસિએશનનાં તમામ વકીલોએ માગ કરી છે કે જેના ઇશારે આ બધું થયું, તેની સામે પણ કાયદાકીય પગલાં લેવામાં આવે. કાયદા મુજબ વકીલોને ગમે તયારે તેના અસીલોને મળવા દેવા જોઈએ પરંતુ, અહીં તો મનમાની કરવામાં આવી છે. પોલીસે એક વકીલને કોર્ટમાં જતા રોક્યા, જે ઘટનાને તમામ વકીલો સાથે મળીને વખોડી કાઢી છે. આ અંગે સખ્ત કદમ લેવા માગ કરાઈ છે.

આ પણ વાંચો - Patidar Chintan Shibir: ગાંધીનગર બાદ જૂનાગઢમાં યોજાઇ પાટીદાર સમાજ ચિંતન શિબિર

Tags :
Advertisement

.

×