Junagadh : વિસાવદર વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર, આવતીકાલે આ બે બુથ પર પુનઃ મતદાન
- વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર
- બે મતદાન બુધ ઉપર બોગસ મતદાનની આશંકા વ્યક્ત થઇ
- મતદાન પૂર્ણ થતા સ્કૂટિનીમાં આ આશંકા વ્યક કરવામાં આવી
- માલીડામાં બુથ નં. 86, નવા વાઘણિયામાં બૂથ નં. 111 માં આવતીકાલે પુનઃ મતદાન
- ગોપાલ ઇટાલીયા નહીં દેશનું લોકશાહી અને સંવિધાન મહત્ત્વનું : ઇટાલીયા
જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા બેઠક પર ગઈકાલે પેટા ચૂંટણી માટે મતદાન (Visavdar Assembly by-Election) થયું હતું. વિસાવદરમાં સરેરાશ 57 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ત્યારે વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈને હવે મોટા સમાચાર આવ્યા છે. બે મતદાન બુથ પર બોગસ મતદાનની આશંકા વ્યક્ત કરાઈ છે. મતદાન પૂર્ણ થતા સ્કૂટિનીમાં આ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બોગસ મતદાન સહિતની ફરિયાદો કરવામાં આવી હતી. આથી, હવે વિસાવદરનાં માલીડા (Malida) અને નવા વાઘણીયા (Nava Vaghania) બે બુથ પર આવતીકાલે પુનઃ મતદાન યોજાશે એવી માહિતી સામે આવી છે. માલીડામાં બુથ નંબર 86 અને નવા વાઘણિયામાં 111 નંબર બૂથમાં આવતીકાલે પુનઃ મતદાન યોજાશે.
આ પણ વાંચો - Gujarat by-Election : વિસાવદરમાં 57 ટકા, કડીમાં 55 ટકા મતદાન નોંધાયું
વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર
બે મતદાન બુથ પર બોગસ મતદાનની આશંકા વ્યક્ત થઇ
મતદાન પૂર્ણ થતા સ્કૂટિનીમાં આશંકા વ્યક્ત કરવામાં આવી
માલીડા અને નવા વાઘણીયા બે બુથ ઉપર 21 જૂને પુનઃ મતદાન યોજાશે
માલીડામાં બુથ નંબર 86 અને નવા વાઘણિયામાં 111 નંબર બૂથમાં આવતીકાલે પુનઃ મતદાન… pic.twitter.com/Si8hFkfq4y— Gujarat First (@GujaratFirst) June 20, 2025
ગોપાલ ઇટાલીયાએ અનેક ગામોમાં મતદાન પર શંકા વ્યક્ત કરી
જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ગઈકાલે મતદાન યોજાયું હતું, જેમાં સરેરાશ 57 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જો કે, વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં ગોપાલ ઇટાલીયાએ (Gopal Italia) અનેક ગામોમાં મતદાન પર શંકા વ્યક્ત કરી છે. તેમણે એવરેજ મતદાન કરતાં ખૂબ ઉંચુ મતદાન થયું હોવાનો આરોપ પણ લગાવ્યો છે. એવરેજ 57 ટકા મતદાન સામે નવા વાઘણીયામાં 71 ટકા મતદાન થયું હોવાનો દાવો તેમણે કર્યો છે. જ્યારે, રૂપાવટી ગામમાં એવરેજ કરતાં 30 ટકા વધુ મતદાન થયું હોવાનું જણાવ્યું છે. અનેક ગામોમાં એવરેજ કરતાં ઊંચુ મતદાન થયાની ગોપાલ ઇટાલીયાએ શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ગોપાલ ઇટાલીયા નહીં પણ દેશનું લોકશાહી અને સંવિધાન મહત્ત્વનું છે.
આ પણ વાંચો - Gujarat by-Election : કડી-વિસાવદર બેઠક પર કાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ, વાંચો વિગત
માલીડામાં બુથ નં. 86, નવા વાઘણિયામાં બૂથ નં. 111 માં આવતીકાલે પુનઃ મતદાન
ગોપાલ ઇટાલીયાએ (Gopal Italia) નવી ચાવંડ, મહુડી, જાવલડી આણંદપુર અને પસવાડા સહિતનાં ગામમાં ઊંચા મતદાન સામે શંકા વ્યક્ત કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા બોગસ મતદાન (Bogus Voting) સહિતની ફરિયાદો કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થતા સ્કૂટિનીમાં આ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે 2 મતદાન બૂથ પર બોગસ મતદાનની આશંકા વ્યક્ત કરાઈ હોવાથી હવે માલીડામાં બુથ નંબર 86 અને નવા વાઘણિયામાં 111 નંબર બૂથમાં આવતીકાલે પુનઃ મતદાન થશે.
આ પણ વાંચો - Visavadar By Election : ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસ પર ઉમેદવારોની ખરીદીનો લગાવ્યો આરોપ, સ્ટિંગનો પણ દાવો કર્યો


