Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કૈલાશ ખેર ગુસ્સામાં થયા લાલચોળ, કહ્યું- હોશિયારી બતાવો છો, કોઇને કશું કામ આવડતું નથી...

બોલિવૂડમાં પોતાના દમદાર અવાજથી એક ખાસ સ્થાન મેળવનારા કૈલાશ ખેર ગુસ્સામાં આવી ગયા છે. તેઓ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 ના ઈવેન્ટમાં મેનેજમેન્ટ અધિકારીઓ પર ગુસ્સે થયા છે. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. હંમેશા...
કૈલાશ ખેર ગુસ્સામાં થયા લાલચોળ  કહ્યું  હોશિયારી બતાવો છો  કોઇને કશું કામ આવડતું નથી
Advertisement

બોલિવૂડમાં પોતાના દમદાર અવાજથી એક ખાસ સ્થાન મેળવનારા કૈલાશ ખેર ગુસ્સામાં આવી ગયા છે. તેઓ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 ના ઈવેન્ટમાં મેનેજમેન્ટ અધિકારીઓ પર ગુસ્સે થયા છે. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. હંમેશા પોતાના ગીતોથી લોકોનું દિલ જીતી લેતા કૈલાશ ખેરને ગુસ્સામાં જોઇ સૌ કોઇ હેરાન છે. એવું શું થયું કે તેઓ ગુસ્સામાં આવ્યા અને શું છે સમગ્ર વિગત, આવો જાણીએ આ અહેવાલમાં....

ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 માં ભડક્યા કૈલાશ ખેર

Advertisement

ઉત્તર પ્રદેશના લખનૌમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટ 25 મેથી શરૂ થઇ છે જે 3 જૂન દરમિયાન યોજાશે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. ગાયક કૈલાશ ખેર લખનૌમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા. જ્યા પહોંચી તેમણે પોતાના ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જોકે, અહીં તેમને મેનેજમેન્ટની વ્યવસ્થામાં સમસ્યા લાગી હતી. જે પછી તેઓ બાબુ બનારસી દાસ મેનેજમેન્ટ પર ગુસ્સે થયા. કૈલાશ ખેરે કહ્યું કે, વધુ કમાન્ડો બતાવવામાં આવી રહ્યા છે જ્યારે તેઓ મહારાજ યોગી આદિત્યનાથના પ્રિય છે, કમાન્ડો ગીરીને જ્યાં બતાવવાની હોય ત્યા બતાવો. જોકે, થોડીવાર પછી કૈલાશ ખેર સામાન્ય થઈ ગયા અને માઈક પર હસવા લાગ્યા – અમારો શ્વાસ અધ્ધર થઈ ગયો છે, છતાં અમે નાચીએ છીએ, હજુ પણ ગાતા હોઈએ છીએ અને ગાંડા થઈ જઈએ છીએ, એ વાત પર ધ્યાન આપો કે ગાવામાં પણ ક્રેઝી છીએ.

Advertisement

કમાન્ડોગીરી બતાવાની હોય ત્યા બતાવો... : કૈલાશ ખેર

કૈલાશ ખેર અહીં જ ન અટક્યા, તેમણે ત્યાં તૈનાત કમાન્ડો ટીમને પણ કહ્યું, જ્યાં જરૂર હોય ત્યાં કમાન્ડોગીરી બતાવો કારણ કે અમે આપના પોતાના છીએ અને મહારાજ યોગીજીનો પરસેવો છીએ. મહારાજે આપણને પરસેવાથી બનાવ્યા છે. ઘણી યાતનાઓ પછી આપણે સંતોની વચ્ચેથી આવ્યા છીએ. અમે ભારત માટે જીવીએ છીએ અને ભારત માટે જ મરીશું. પછી ધીમે-ધીમે કૈલાશ ખેર શાંત થયા અને પોતાની મસ્તીના ધૂન પર ગાવા અને નાચવા લાગ્યા. કૈલાશે એડિશનલ ચીફ સેક્રેટરી સ્પોર્ટ્સ નવનીત સહગલને પણ પોતાના ગીતો પર ડાન્સ કરાવ્યો હતો. તેમણે આ ઘટનાનો એક જબરદસ્ત વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ પણ વાંચો - ટાઈગર અભી જખ્મી હૈ…, સલમાન ખાને ટ્વીટ કરી આપી જાણકારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×