Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Karnataka : Prajwal Revanna ભારત પરત ફરશે, 31 મેના રોજ SIT સમક્ષ હાજર થશે... Video

સેક્સ સ્કેન્ડલ કેસમાં દેશ છોડીને ભાગી ગયેલા હસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna)એ કહ્યું છે કે, 31 મેના રોજ સવારે 10 વાગ્યે તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) સમક્ષ હાજર થશે. અજાણ્યા સ્થળેથી જાહેર કરાયેલા આ વીડિયોમાં તેણે કહ્યું કે,...
karnataka   prajwal revanna ભારત પરત ફરશે  31 મેના રોજ sit સમક્ષ હાજર થશે    video
Advertisement

સેક્સ સ્કેન્ડલ કેસમાં દેશ છોડીને ભાગી ગયેલા હસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna)એ કહ્યું છે કે, 31 મેના રોજ સવારે 10 વાગ્યે તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) સમક્ષ હાજર થશે. અજાણ્યા સ્થળેથી જાહેર કરાયેલા આ વીડિયોમાં તેણે કહ્યું કે, કેટલાક લોકોએ તેની વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચ્યું છે અને તેઓ તેની સામે કાયદાકીય રીતે લડશે. પ્રજ્વલે કહ્યું કે, જ્યારે તે વિદેશ ગયો ત્યાતે તેની સામે કોઈ કેસ નહોતો. ત્યાં ગયા પછી જ્યારે મને આ બધી વાતની ખબર પડી તો હું ડીપ્રેશનમાં આવી ગયો. એટલા માટે અત્યાર સુધી તેમણે આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી.

પ્રજવલે નિવેદનમાં શું કહ્યું?

બધાને નમસ્કાર, સૌ પ્રથમ હું મારા માતા-પિતા, દાદાજી, કુમાર અણ્ણા અને પક્ષના કાર્યકરોની માફી માંગવા માંગુ છું. અત્યાર સુધી મારા ઠેકાણા વિશે તમને જાણ ન કરવા બદલ માફ કરશો. આજે હું આ વીડિયો જાહેર કરી રહ્યો છું. જ્યારે 26 મીએ ચૂંટણી થઈ ત્યારે મારી સામે કોઈ કેસ નહોતો, SIT ની પણ રચના થઈ ન હતી. મારે માટે 26 તારીખે વિદેશ જવાનું નક્કી હતું, તેથી હું વિદેશ ગયો અને ત્રણ-ચાર દિવસ પછી જ્યારે મેં યુટ્યુબ અને ન્યૂઝ ચેનલો જોયા ત્યારે મને આ વિશે ખબર પડી. આ પછી SIT એ નોટિસ આપી, મેં મારા વકીલો અને X પરની પોસ્ટ દ્વારા તેનો જવાબ આપ્યો અને કહ્યું કે મારે 1 અઠવાડિયાનો સમય જોઈએ છે. આ પછી બીજા જ દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ જાહેર મંચ પરથી આ મુદ્દા પર વાત અને પ્રચાર શરૂ કર્યો, મારી વિરુદ્ધ રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું, જેને જોઈને હું ડિપ્રેશનમાં ગયો.

Advertisement

Advertisement

પ્રજ્વલે માફી માંગી...

આ માટે મેં તમારી અગાઉથી માફી માંગી છે, કૃપા કરીને મને માફ કરો. આ પછી હસનમાં કેટલાક દળોએ પણ ભેગા થઈને મારી વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચ્યું અને મને રાજકીય રીતે ખતમ કરવાના પ્રયાસો તેજ કર્યા. આ બધાથી હું આઘાત પામી ગયો અને થોડા સમય માટે એકલો પડી ગયો. કોઈને ગેરસમજ ન થાય, હું પોતે જ શુક્રવારે સવારે 10 વાગ્યે SIT પાસે પૂછપરછ માટે પહોંચીશ. હું તેમના પ્રશ્નોના જવાબ આપીશ અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. મને ન્યાય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે. મારી સામે દાખલ કરાયેલા ખોટા કેસોનો હું કાયદાકીય માધ્યમથી સામનો કરીશ. ભગવાન, પરિવાર અને જનતાના આશીર્વાદ મારી સાથે છે. હું શુક્રવારે તપાસ પ્રક્રિયામાં જોડાઈશ, આપ સૌનો આભાર.

પ્રજ્વલ પર અનેક મહિલાઓના યૌન શોષણનો આરોપ...

પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) પર અનેક મહિલાઓના યૌન શોષણનો આરોપ છે. તેના પર મહિલાઓનું શોષણ કરવાનો અને અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ છે અને આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક પેન ડ્રાઈવ પણ ચર્ચામાં આવી, જેમાં પ્રજ્વલના સેંકડો અશ્લીલ વીડિયો છે.

આ પણ વાંચો : BJP ઉમેદવારનો ચોંકાવનારો દાવો, બંગાળમાં એડિશનલ SP EVM બદલતા રંગે હાથ ઝડપાયા… Video

આ પણ વાંચો : Swati Maliwal Assault Case : બિભવ કુમારના વકીલે કોર્ટ સમક્ષ દલીલમાં કૌરવો અને દ્રોપદીનો કર્યો ઉલ્લેખ

આ પણ વાંચો : Pune Road Accident : આરોપીને બચાવવા ડોક્ટરે Blood Sample ની કરી હેરાફેરી

Tags :
Advertisement

.

×