Kheda : મહેમદાવાદની મેશ્વો નદીમાં 6 બાળક ડૂબી જતાં મોત, સમગ્ર પંથકમાં શોક છવાયો
- Kheda નાં મહેમદાવાદમાં મેશ્વો નદીમાં 6 બાળકો ડૂબ્યા
- નરોડાનાં 4 અને કનીજનાં 2 બાળકો મેશ્વો નદીમાં નહાવા ગયા હતા
- નરોડાનાં બાળકો મામાના ઘરે વેકેશન માણવા માટે આવ્યા હતા
- 4 બાળકી અને 2 બાળક ડૂબી જતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ
Kheda : મહેમદાવાદમાં (Mehmadabad) આજે મોટી દુર્ઘટના ઘટી છે. મેશ્વો નદીમાં નહાવા પડેલા 6 બાળકો ડૂબ્યા હતા. 4 બાળકી અને 2 બાળકનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. મૃતકો પૈકી 4 અમદાવાદનાં (Ahmedabad) નરોડા વિસ્તારના હતા અને મામાનાં ઘરે વેકેશન માણવા માટે આવ્યા હતા. ઘટનાની જાણ થતા ખેડા જિલ્લા કલેક્ટર, ખેડા SP સહિત પોલીસ અને નડિયાદ ફાયર બ્રિગેડની (Nadiad Fire Brigade) ટીમ સ્થળે પહોંચી છે. ફાયર જવાનો દ્વારા તમામ 6 બાળકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. 6 બાળકોનાં મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો - Gujarat Police Job : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, 'Final Answer Key' જાહેર
Kheda મેશ્વો નદીમાં ન્હાવા ગયા દીકરા-દીકરીઓ...પણ...!
ખેડાના કનીજ ગામમાં ચકચાર મચી ગઈ
મેશ્વો નદીમાં ન્હાવા ગયા હતા બે દીકરાઓ અને ચાર દીકરીઓ
બદનસીબે તમામ બાળકો ડૂબ્યા
બે દીકરીઓના મૃતદેહ મળ્યા
અન્ય બાળકોની શોધખોળ ચાલુ
મામલતદાર, પોલીસ અને ફાયર વિભાગની ટિમ ઘટનાસ્થળે #kheda… pic.twitter.com/0NR74EmTNa— Gujarat First (@GujaratFirst) April 30, 2025
અમદાવાદનાં 4 બાળકો મામાનાં ઘરે વેકેશન માણવા આવ્યા હતા
પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) નરોડા વિસ્તારમાં રહેતા 4 બાળકો ખેડા જિલ્લાનાં (Kheda) મહેમદાવાદનાં કનીજ ગામે (Kaneej village) મામાનાં ઘરે વેકેશન માણવા આવ્યા હતા. આજે આ ચારેય અને 2 સ્થાનિક બાળકો (4 બાળકી અને 2 બાળક) મેશ્વો નદી ખાતે નહાવા માટે ગયા હતા. દરમિયાન, ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તમામ 6 બાળક-બાળકી પાણીમાં ડૂબ્યા હતા. પાણીમાં ડૂબી જતાં તમામ માસૂમોનું કરૂણ મોત નીપજ્યું છે. આ હચમચાવતી ઘટનાની જાણ થતાં ખેડા જિલ્લા કલેક્ટર, ખેડા SP સહિત પોલીસ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી છે.
આ પણ વાંચો - Nirlipt Rai ના સ્ટેટ મોનિટરિંગ સેલે IIM અમદાવાદ પાસે ચાલતા ડ્રગ્સના કારોબારનો કર્યો પર્દાફાશ
તમામ 6 મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા
માહિતી અનુસાર, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ 6 મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે (Kheda Police) મૃતદેહોને પીએમ અર્થે મહેમદાવાદમાં આવેલ CHC સેન્ટર ખાતે મોકલ્યા છે. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે. એક સાથે 6 બાળક-બાળકીનાં મોતથી પરિવાર સહિત સમગ્ર પંથક શોકમાં ગરકાવ થયો છે.
આ પણ વાંચો - Ahmedabad : ચંડોળામાં 'મિની બાંગ્લાદેશ' ઊભું કરનારા લલ્લા બિહારીના દીકરાના રિમાન્ડ મંજૂર


