Kheda: ડાકોર ગોમતી ઘાટ પરની ગંદકી જોઈ લાલઘૂમ થયા કલેક્ટર, ચીફ ઓફિસર સહિત અધિકારીઓ પર તવાઈ
- Kheda ના ડાકોરમાં ટ્રાફિક, પાર્કિંગ અને સ્વચ્છતાની સમસ્યાનો મામલો
- ખેડા જિલ્લા કલેક્ટરે ડાકોરની કરી સરપ્રાઈઝ વિઝીટ
- વિઝીટ કરતા નગરપાલિકાની ઘણી ખામીઓ આવી સામે
- ગોમતી ઘાટે સ્વચ્છતાનો અભાવ જોઈ કલેક્ટર થયા લાલઘૂમ
- ચીફ ઓફિસર સંજય પટેલને કલેક્ટરે લીધા આડે હાથે
- કલેકટર અમિત પ્રકાશ યાદવે નપાની બોલાવી તાત્કાલિક બેઠક
- ગોમતી ઘાટે દિવસમાં 5 વખત સફાઈ કરવા સૂચન
Kheda: યાત્રાધામ ડાકોરમાં છેલ્લા ઘણા સમયથી વકરી રહેલી ટ્રાફિક, પાર્કિંગ અને જાહેર સ્વચ્છતાની ગંભીર સમસ્યાઓ અંગે ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે (Amit Prakash Yadav) ગંભીર નોંધ લીધી છે. આજે કલેક્ટરે ડાકોર (Dakor) ની સરપ્રાઇઝ વિઝિટ કરીને શહેરની પરિસ્થિતિનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ વિઝિટ દરમિયાન નગરપાલિકાના વહીવટની અનેક ગંભીર ખામીઓ અને બેદરકારીઓ સ્પષ્ટપણે સામે આવતા કલેક્ટર લાલઘૂમ થઈ ગયા હતા અને સ્થળ પર જ અધિકારીઓને આડે હાથ લીધા હતા.
ગંદકીના ઢગ જોઈ કલેક્ટર નારાજ થયા
કલેક્ટર અમિત પ્રકાશ યાદવે સૌપ્રથમ ગોમતી ઘાટ વિસ્તારની મુલાકાત લીધી હતી. પવિત્ર ગોમતી ઘાટ પર જ્યાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે આવે છે, તે જ સ્થળે સ્વચ્છતાનો સદંતર અભાવ જોઈને તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ઘાટ વિસ્તારની દયનીય સ્થિતિ અને ગંદકીના ઢગ જોઈ કલેક્ટરે તાત્કાલિક ચીફ ઓફિસર સંજય પટેલને બોલાવ્યા હતા અને તેમની સામે જ પ્રશ્નોનો મારો ચલાવી જવાબદારી પ્રત્યે બેદરકારી દાખવવા બદલ તેમને ઉગ્ર ઠપકો આપ્યો હતો. વિઝિટ દરમિયાન કલેક્ટરે જાહેર શૌચાલયોની સ્વચ્છતા તેમજ વોકવેની જાળવણીનું પણ નિરીક્ષણ કર્યું હતું, જેમાં પણ તેમને ઘણી ઊણપો જોવા મળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યાત્રાધામમાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા એ વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.
kheda કલેક્ટરે બેઠક યોજી
ડાકોરમાં ટ્રાફિક, પાર્કિંગ અને સ્વચ્છતાની સમસ્યાનો મામલો
ખેડા જિલ્લા કલેક્ટરે ડાકોરની કરી સરપ્રાઈઝ વિઝીટ
વિઝીટ કરતા નગરપાલિકાની ઘણી ખામીઓ આવી સામે
ગોમતી ઘાટે સ્વચ્છતાનો અભાવ જોઈ કલેક્ટર થયા લાલઘૂમ@collectorkheda #Dakor #Kheda #CollectorVisit #Cleanliness #GujaratNews #GomtiGhat… pic.twitter.com/tmrFniSiD2— Gujarat First (@GujaratFirst) December 12, 2025
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે તુરંત જ પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ અને નગરપાલિકાના તમામ જવાબદાર અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે અધિકારીઓને કડક અને સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. ગોમતી ઘાટની સ્વચ્છતા અંગે કલેક્ટરે જે ટકોર કરી હતી. તેમણે અધિકારીઓને સંબોધતા કહ્યું કે, "ગોમતી એ મંદિરનો જ ભાગ છે. આ ઘાટ તમારા ઘરના 'ડ્રોઈંગ રૂમ'ની જેમ સાફ હોવો જોઈએ. લોકો અહીં બેસી શકે અને જમી શકે તેવો પવિત્ર માહોલ બનાવો."
'5 વખત સફાઈ થવી જોઈએ'
કલેક્ટરે નિર્દેશ આપ્યો હતો કે ગોમતી ઘાટ વિસ્તારમાં હવેથી દિવસમાં ઓછામાં ઓછા 5 વખત સફાઈ થવી જોઈએ અને તેનું સતત મોનિટરિંગ થવું જોઈએ. આ ઉપરાંત, ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હળવી કરવા માટે કલેક્ટરે વહેલી તકે સરકારી પાર્કિંગ તાત્કાલિક શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા હતા. કલેક્ટરના આ કડક વલણથી હવે ડાકોરના વહીવટી તંત્રમાં હલચલ મચી ગઈ છે.


