Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી કોણે આપી ? : દિનેશ બાંભણિયા

દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જયંતી સરધારા પર ગંભીર આરોપ લગાવ્યો છે.
rajkot   સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી કોણે આપી     દિનેશ બાંભણિયા
Advertisement
  1. ખોડલધામ-સરદારધામ વિવાદમાં નવો વળાંક! (Rajkot)
  2. દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને મોટો આરોપ કર્યો
  3. જયંતી સરધારાને ટાંકીને દિનેશ બાંભણિયાનો મોટો આરોપ
  4. સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી કોણે આપી ?

રાજકોટમાં (Rajkot) BJP નાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા (Jayanti Sardhara) અને ખોડલધામ (Khodaldham) સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા (PI Sandeep Padaria) વચ્ચેનાં વિવાદ મામલે મોટા સમાચાર આવ્યા છે. ખોડલધામનાં ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ હવે મેદાને આવ્યા છે અને આ મામલે આરોપ સાથે એક ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું કે, જ્યંતી સરધારાને સરદારધામ (Sardardham) અને ખોડલધામ વચ્ચે વિવાદ ઊભો કરવા માટે સોપારી આપવામાં આવી છે.

આ પણ વાંચો - Rajkot : કોણે કોના પર કર્યો હતો હુમલો? સોશિયલ મીડિયા પર PI સંજય પાદરિયાને સમર્થન

Advertisement

સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી કોણે આપી? : દિનેશ બાંભણિયા

પાટીદાર અગ્રણી (Patidar Leader) જયંતી સરધારા અને PI સંજય પાદરિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે હવે ખોડલધામનાં ટ્રસ્ટી દિનેશ બાંભણિયાની (Dinesh Bambhania) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જયંતી સરધારા પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું કે, સરદારધામ અને ખોડલધામ (Khodaldham) વચ્ચે વિવાદ ઊભો કરવા માટે જ્યંતી સરધારાને સોપારી આપવામાં આવી છે. તેમણે વધુમાં લખ્યું કે, કયાં ફાર્મ હાઉસમાં આ સોપારી આપવામાં આવી તે બાબતે આગામી દિવસોમાં ખુલાસો કરશે. જયંતી સરધારાને કયાં ફાર્મહાઉસમાં અને કોણે સોપારી આપી ? તેનો ખુલાસો તેઓ જલદી કરશે તેમ જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - પાટીદાર અગ્રણી પર થયેલા હુમલા બાદ PI સંજય પાદરીયા સસ્પેન્ડ

દિનેશ બાંભણિયા મેદાને આવતા વિવાદ વકરે તેવા એંધાણ

જો કે, આ વિવાદમાં ખોડલધામનાં ટ્રસ્ટી દિનેશ બાંભણિયાની એન્ટ્રી થતાં હવે મામલો વધુ ગરમાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. જણાવી દઈએ કે, જયંતી સરધારાએ PI સંજય પાદરિયા પર જીવલેણ હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જયંતી સરધારાએ FIR માં નિવેદન આપ્યું હતું કે, PI સંજય પાદરિયા તેમની પાસે આવ્યા હતા અને ત્યાર બાદ માથાકૂટ કરી હતી. જો કે, આ મામલે પોલીસની (Rajkot Police) કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો - PI પાદરીયાને પકડવા માટે પોલીસના ધમપછાડા

Tags :
Advertisement

.

×