Khyati Hospital મામલે અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ આવી સામે
- સરકાર પાસેથી આશરે 1.50 કરોડ પડાવ્યા હતા
- Khyati Hospital માં 8534 દર્દીઓની સારવાર કરવામાં આવી
- શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું
Khyati Hospital Scandal : તાજેતરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે Khyati Hospital નો મુખ્ય આરોપી અને ડિરેક્ટર ડૉ. સંજ્ય પટોળીયાની ધરપકડ કરી હતી. જોકે આ પહેલા ડૉ. સંજ્ય પટોળીયા દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને રાજકોટમાંથી ડૉ. સંજ્ય પટોળીયાની ધકપકડ કરી પાડી હતી. જોકે ગઈકાલે તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત અન્ય પાંચ આરોપીઓને પણ નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ તાજેતરમાં Khyati Hospital ને લઈ મોટો પર્દાફાશ થયો છે.
સરકાર પાસેથી આશરે 1.50 કરોડ પડાવ્યા હતા
મળતી માહિતી મુજબ, અમદાવાદની Khyati Hospital મામલે અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ સામે આવી છે. અત્યાર સુધી Khyati Hospital માં 112 દર્દીના મોત થયા હોવાનો અહેવાલ મળ્યો છે. તો છેલ્લા ત્રણ વર્ષમાં Khyati Hospital માં 8534 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાંથી 3842 દર્દીઓ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી હતી. તો આ દરદીઓના નામે સરકાર પાસેથી નાણા પડાવી લેવાની લાલચમાં અલગ-અલગ રીતે નાગરિકોની ખોટી સારવાર કરવાની કામગીરી શરૂ કરી હતી. તેના અંતર્ગત સરકાર પાસેથી આ સમયગાળા દરમિયાન આશરે 1.50 કરોડ પડાવ્યા હતા.
Ahmedabad Khyati Hospital Kand માં Praful Pansheriya નું સૌથી મોટું નિવેદન | Gujarat First@prafulpbjp @kuberdindor @irushikeshpatel #Gujarat #Ahmedabad #KhyatiHospitalKand #PrafulPansheriya #CrimeBranch #gujaratfirst pic.twitter.com/Dbm4BpzYHG
— Gujarat First (@GujaratFirst) December 5, 2024
આ પણ વાંચો: તાંત્રિકના મોતના ચક્રવ્યૂહમાંથી પોલીસે આ રીતે ઉદ્યોગપતિને હેમખેમ બચાવ્યો
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું
તે ઉપરાંત ઓ ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરીને પણ અનેક આર્થિક લાભો મેળવ્યા છે. જોકે Khyati Hospital માં PMJAY યોજનાના લાભ લેનાર દર્દીના ક્લેઈમ બજાજ ફાયનાન્સ દ્વારા પાસ કરવામાં આવતા હતા. ત્યારે આ કેસમાં બજાજ ફાયનાન્સ ઉપર પણ ગુનાહિત કૃત્ય કરવાની બાબતે શંકા કરવામાં આવી છે. દેશભરમાં Khyati Hospital કાંડ ગાજી રહ્યો છે ત્યારે આજે ગાંધીનગરમાં યોજાયેલી કુલપતિ સમિટમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. ખ્યાતિ કાંડને પાનસેરિયાએ શિક્ષણ વ્યવસ્થા સાથે સાંકળ્યો હતો. તેમણે કહ્યું કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે જ. ડૉક્ટર બન્યા બાદ Khyati Hospital જેવા કાંડ થયા છે. તેમણે કહ્યું કે નિષ્ઠા આપવામાં ઉણા ઉતર્યા એટલે ખ્યાતિ જેવા કાંડ થયા છે.
આ પણ વાંચો: Surat માં નકલી તબીબોએ આશરે રુ. 8.50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું


