શું ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે કીર્તિ પટેલ અને રીબડા વચ્ચે સમાધાન?
- Kirti Patel અને રિબડાનો સોશિયલ મીડિયા ઉપર ફોટા વાયરલ
- Kirti Patel અને રાજદીપસિંહ રીબડા વચ્ચે સમાધાન
- બંનેમાંથી કોઈપણ વ્યક્તિએ નિવેદન આપ્યું નથી
Kirti Patel And Rajdeepsinh Ribda : તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર અમુક ફોટા વાયરલ થયા છે. આ ફોટોમાં એક ફ્રેમમાં Kirti Patel અને Rajdeepsinh Ribda જોવા મળી રહ્યા છે. જેમ તમને પણ આ જાણીને આંચકો લાગ્યો હતો. તેવી જ રીતે આ ફોટો જોઈને સૌ લોકો આશ્ચર્યચક્તિ થઈ રહ્યા છે. કારણ કે... તાજેતરમાં Kirti Patel એ Rajdeepsinh Ribda વિરુદ્ધ અનેક આરોપો લગાવ્યા હતા. તેમાં Kirti Patel એ જણાવ્યું હતું કે, Rajdeepsinh Ribda એ તેની પાસે વિવિધ જાહેરાતો કરવીને નાણા ચૂકવ્યા નથી.
Kirti Patel અને રાજદીપસિંહ રીબડા વચ્ચે સમાધાન
જોકે આ મામલો ગુજરાતનો હાલમાં સૌથી રસપ્રદ અને ચર્ચાનો વિષય બન્યો હતો. તે ઉપરાંત આ મામલામાં એક પછી એક Rajdeepsinh Ribda અને Kirti Patel ના નિવેદનો આવવા લાગ્યા હતા. જોકે Rajdeepsinh Ribda દ્વારા એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેઓ ક્યારે પણ Kirti Patel ને મળ્યા નથી. તો બીજી તરફ Kirti Patel દ્વારા વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અને મીડિયા ચેનલના મારફતે Rajdeepsinh Ribda ની આબરૂના લીરા ઉડાવવામાં એડીચોટીનું જોર લાગાવ્યું હતું.
View this post on Instagram
આ પણ વાંચો: Ahmedabad : સાયકલ ચાલકને ટક્કર મારી ભાગવું પડ્યું ભારે
બંનેમાંથી કોઈપણ વ્યક્તિએ નિવેદન આપ્યું નથી
પરંતુ તાજેતરમાં ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે Kirti Patel અને રાજદીપસિંહ રીબડા વચ્ચે સમાધાન થયું હોય, તેવી માહિતી સામે આવી રહી છે. પરંતુ આ અંગે Kirti Patel અને રાજદીપસિંહ રીબડા બંનેમાંથી કોઈપણ વ્યક્તિએ નિવેદન આપ્યું નથી. ત્યારે હવે, એ જોવાનું રહ્યું કે, આ મામલામાં આગળ નવો શું વળાંક આવે છે.
આ પણ વાંચો: મોગલધામના મણિધરબાપુની દીકરી સાથે બુકીએ લગ્ન કરીને....


