PM Narendra Modi નો ગુજરાત પ્રવાસનો જાણો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ
- અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો
- પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે
- પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાશે
PM Narendra Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ સામે આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસની રૂપરેખામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27મે બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. દાહોદ, ભૂજ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમોમાં પીએમ મોદી હાજર રહેશે. જેમાં 26મી મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 10.15 કલાકે વડોદરા એરપોર્ટ પહોંચશે. તથા વડોદરા એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા પ્રધાનમંત્રી દાહોદ પહોંચશે. દાહોદ ખાતે બપોરે 12 વાગ્યે જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજર રહેશે.
પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે
દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું નિર્માણ થયું છે. જેમાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. દાહોદ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટ પરત ફરશે. વડોદરા એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે ભુજ જવા માટે રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 3.30 કલાકે ભુજ એરપોર્ટ પહોંચશે. સાંજે 4 કલાકે ભુજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જંગી સભાને સંબોધિત કરશે. ભુજ ખાતેના કાર્યક્રમમાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે કરાશે. ભુજ એરપોર્ટથી પીએમ મોદી સાંજે 5.30 કલાકે અમદાવાદ આવવા માટે રવામાં થશે. સાંજે 6.30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાશે
ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ગુજરાત આવેલા પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7.30 કલાકે ગાંધીનગર રાજભવન પહોંચશે. પ્રધાનમંત્રી ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. તથા 27મી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસની શરૂઆત થશે.
પ્રધાનમંત્રીનું ઓપરેશન સિંદૂર અંતર્ગત ભવ્ય સ્વાગત થશે
પીએમ મોદી સવારે 10.15 કલાકે ગાંધીનગરના રાજભવનથી મહાત્મા મંદિર જવા રવાના થશે. સંભવિત રાજભવનથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર પણ પ્રધાનમંત્રીનું ઓપરેશન સિંદૂર અંતર્ગત ભવ્ય સ્વાગત થશે. 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચશે. શહેરી વિકાસ વર્ષ અંતર્ગતના વિવિધ વિકાસ અને લોકાર્પણ કાર્યક્રમો પ્રધાનમંત્રીના હસ્તે કરાશે. મહાત્મા મંદિર ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી બપોરે 12.55 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેમજ અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી દિલ્હી પરત ફરશે.
આ પણ વાંચો: Madhya pradesh : સાગરમાં આંધી-તોફાનથી તબાહી, છાપરાની સાથે તણખલાની જેમ ઉડ્યા બાળકો


