ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Employment/Youth Budget 2025 : જાણો બજેટમાં યુવાનો અને રોજગાર માટે શું જાહેરાત કરવામાં આવી?

NDA સરકારના પૂર્ણ-ગાળાના બજેટથી યુવાનોને ઘણી અપેક્ષાઓ છે. તેના પર કેન્દ્ર સરકારે યુવાનો અને તેમના રોજગાર માટે મોટી જાહેરાતો કરી છે.
01:21 PM Feb 01, 2025 IST | MIHIR PARMAR
NDA સરકારના પૂર્ણ-ગાળાના બજેટથી યુવાનોને ઘણી અપેક્ષાઓ છે. તેના પર કેન્દ્ર સરકારે યુવાનો અને તેમના રોજગાર માટે મોટી જાહેરાતો કરી છે.
budget youth

Employment/Youth Budget 2025 : NDA સરકારનુ પૂર્ણ-સમયનું સામાન્ય બજેટ આજે (1 ફેબ્રુઆરી)ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સમગ્ર દેશના હિસાબો રજૂ કર્યા. આ સામાન્ય બજેટમાં રોજગાર અને યુવા સંબંધિત જાહેરાતો કરવામાં આવી હતી. તો આવો જાણીએ કે 2025-26 ના બજેટમાં યુવાનો અને રોજગાર માટે શું જાહેરાત કરવામાં આવી?

યુવાનોને સસ્તા દરે લોન

NDA સરકારે સામાન્ય બજેટમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપ્યું હતું. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે યુવાનોને સસ્તા દરે લોન આપવાની જાહેરાત કરી. દેશમાં રમકડાંનું ગ્લોબલ હબ બનાવવામાં આવશે, જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઇકો-ફ્રેન્ડલી રમકડાંનું ઉત્પાદન કરવામાં આવશે. નિર્મલા સીતારમણે પોતાના ઉદ્ઘાટન ભાષણમાં કહ્યું કે, સરકારની પ્રાથમિકતા યુવાનોને રોજગાર પૂરો પાડવાની છે.

જાણો 2025 ના બજેટમાં શું જાહેરાત કરવામાં આવી?

તમને જણાવી દઈએ કે, બજેટ 2025 માં, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી 5 વર્ષમાં લગભગ 4.1 કરોડ યુવાનો માટે રોજગાર સર્જનનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે નાણામંત્રીએ 2 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમણે 5 વર્ષમાં 20 લાખ યુવાનોને કૌશલ્યવાન બનાવવાના લક્ષ્ય સાથે રોજગારીની તકો ઊભી કરવા માટે કૌશલ્યવર્ધક લોકો માટે રૂ. 1.48 કરોડ ફાળવ્યા છે. તેમણે એવી પણ જાહેરાત કરી કે કુલ 1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે.

આ પણ વાંચો :  Budget 2025 : મેડિકલ વિદ્યાર્થીઓને નિર્મલા સીતારમણે આપ્યા Good News, જાણો શું કરી જાહેરાત

Tags :
Announcements related to employment and youthEmployment/Youth Budget 2025encouraged startupsGeneral Budgetglobal hub of toysgovernment's priorityGujarat Firsthigh-quality eco-friendly toysMihir ParmarNDA governmentNirmala Sitharamanprovide employment to youthprovide loans to youth at cheap interestyouth and employment
Next Article