Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sarabjit Singh: જાણો કોણ હતા સરબજીત સિંહ? જેમની પાકિસ્તાની જેલમાં કરાઈ નિર્મમ હત્યા

Sarabjit Singh: સરબજીત સિંહ એક ભારતીય નાગરિક હતા. જેમને પર પાકિસ્તાનમાં આતંકવાદ માટે દોષિત માનવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, તેમને પાકિસ્તાનમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સરબજીત સિંહ (Sarabjit Singh) પર જેલમાં કેદીઓ દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો...
sarabjit singh  જાણો કોણ હતા સરબજીત સિંહ  જેમની પાકિસ્તાની જેલમાં કરાઈ નિર્મમ હત્યા
Advertisement

Sarabjit Singh: સરબજીત સિંહ એક ભારતીય નાગરિક હતા. જેમને પર પાકિસ્તાનમાં આતંકવાદ માટે દોષિત માનવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, તેમને પાકિસ્તાનમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સરબજીત સિંહ (Sarabjit Singh) પર જેલમાં કેદીઓ દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. વધુમાં વાત કરીએ તો સરબજીત સિંહ પંજાબના તરનતારન જિલ્લાના ભીખીવિંડનો રહેવાસી હતા. તરનતારન જિલ્લો ભારત-પાકિસ્તાનની સરહદે આવેલો છે.

સરબજીત સિંહ પંજાબના રહેવાસી હતા

સરબજીત સિંહ બાબતે ભારતીય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, તેઓ એક ખેડૂત હતા અને 1990ના દાયકાની શરૂઆતમાં પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનની એક કોર્ટે તેને દોષિત ઠેરવ્યો અને 1990માં લાહોર અને ફૈસલાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 14 લોકોની હત્યા કરવા બદલ તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. જોકે, પાકિસ્તાન સરકાર દ્વારા વારંવાર ફાંસીની સજા મોકૂફ રાખવામાં આવી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે, તેમણે ગેરકાયદેસર સરહદ પાર કરી હતી. સરબજીતની પત્નીએ દાવો કર્યો કે તે ખેતરમાં કામ કરવા ગયો હતો અને ક્યારેય પાછો આવ્યા નથી.

Advertisement

સરબજીત સિંહની મૃત્યુદંડની સજા આજીવન કેદમાં બદલાઈ હતી

મળતી વિગતો પાકિસ્તાની સત્તાવાળાઓએ સરબજીત પર 1990માં પાકિસ્તાનના ફૈસલાબાદ અને લાહોરમાં થયેલા 4 બોમ્બ વિસ્ફોટોમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં 14 લોકો માર્યા ગયા હતા. 1991માં એક પાકિસ્તાની અદાલતે સરબજીતને દોષી ઠેરવ્યા હતા. તેમને પાકિસ્તાની આર્મી એક્ટ હેઠળ મૃત્યુદંડની સજા આપી હતી. જેને બાદમાં ઉચ્ચ અદાલતે સમર્થન આપ્યું હતું પરંતુ સર્વોચ્ચ અદાલતે તેની અપીલ ફગાવી દીધી હતી. વર્ષ 2012માં સરબજીતે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસફ અલી ઝરદારીને દયાની અપીલ કરી હતી, જેમણે તેની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલી હતી.

Advertisement

પાકિસ્તાને ભારત સાથે કરી હતી છેતરપિંડી

આજથી 11 પહેલા 2013માં પાકિસ્તાન સરકાર ભારતમાં જેલમાં બંધ પાકિસ્તાની નાગરિકના બદલામાં સરબજીતની અદલાબદલી માટે સંમત થઈ હતી. પરંતુ આ વખતે પાકિસ્તાને ભારત સાથે છેતરપિંડી કરી હતી અને સરબજીત સિંહની જગ્યા એક અલગ વ્યક્તિને મોકલ્યો હતો. પાકિસ્તાને આ કૃત્ય ભારત સરકારનો ગુસ્સો વધવા માટે કહ્યું હતું. નોંધનીય છે કે, સરબજીત સિહ પર જેલમાં કેદીઓ દ્વારા ઇંટો અને લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેનાથી તે કોમામાં સરી પડ્યો હતો.

મૃત્યુ સમયે સરબજીત સિંહની ઉંમર 49 વર્ષની હતી

ભારત સરકારે તેમને સારવાર માટે ભારત અથવા ત્રીજા દેશમાં ખસેડવાની માંગ પણ કરી હતી પરંતુ પાકિસ્તાને આ માંગને ફગાવી દીધી હતી. સરબજીત ઇજાઓથી બચી શક્યા નહીં અને તે 1 મેના રોજ ગુજરી ગયો. સરબજીત ઉચ્ચ સુરક્ષાવાળી કોટ લખપત જેલમાં બંધ હતા. મૃત્યુ સમયે તેમની ઉંમર 49 વર્ષની હતી.અત્યારે પાકિસ્તાનમાં ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યાના આરોપી, અમીર સરફરાઝ તાંબાને રવિવારે લાહોરમાં બાઇક પર સવાર હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આમિર સરફરાઝ તાંબા 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાનો હાફિઝ સઈદનો નજીકનો સહયોગી હતો. હુમલા બાદ તાંબાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તે ઈજાથી બચી શક્યો નહોતો.

આ પણ વાંચો: સરબજીત સિંહના હત્યારા Amir Sarfaraz Tamba ની સરાજાહેર ગોળી મારી કરાઈ હત્યા

આ પણ વાંચો: America : જાહેર કાર્યક્રમમાં ધડાધડ 18 રાઉન્ડ ફાયરિંગ, એક બાળકનું મોત, 8થી વધારે લોકો ઘાયલ

Tags :
Advertisement

.

×