Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો કેમ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું - PM મોદી Boss છે, એસ જયશંકરે જણાવ્યો કિસ્સો

ત્રણ દેશોના પ્રવાસ બાદ ભારત પરત ફરેલા PM નરેન્દ્ર મોદીનું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીના પાલમ એરપોર્ટ પર સ્વાગત કર્યું. પરત ફરતા જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ ભારતની વાર્તા સાંભળવા ઉત્સુક છે અને ભારતીયોએ તેમની મહાન...
જાણો કેમ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું   pm મોદી boss છે  એસ જયશંકરે જણાવ્યો કિસ્સો
Advertisement

ત્રણ દેશોના પ્રવાસ બાદ ભારત પરત ફરેલા PM નરેન્દ્ર મોદીનું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીના પાલમ એરપોર્ટ પર સ્વાગત કર્યું. પરત ફરતા જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ ભારતની વાર્તા સાંભળવા ઉત્સુક છે અને ભારતીયોએ તેમની મહાન સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે વાત કરતી વખતે ક્યારેય ગુલામીની માનસિકતા ન રાખવી જોઈએ, પરંતુ હિંમતથી બોલવું જોઈએ. PM મોદીએ કહ્યું કે, વિશ્વ તેમની સાથે સહમત છે કે દેશના ધાર્મિક સ્થાન પર કોઈપણ હુમલો સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું, યાદ રાખો, આ બુદ્ધની ભૂમિ છે, આ ગાંધીની ભૂમિ છે. અમે અમારા દુશ્મનોની પણ ચિંતા કરીએ છીએ, અમે કરુણાથી ભરેલા લોકો છીએ.

PM મોદીએ શું કહ્યું ?

Advertisement

ગુરુવારે ત્રણ દેશોના પ્રવાસેથી પરત ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે, હું જે નેતાઓને મળ્યો અને જે લોકોની સાથે મેં વાત કરી તે બધા મંત્રમુગ્ધ હતા અને G20માં જોડાઇને ભારતના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી. તમામ ભારતીયો માટે આ ખૂબ જ ગર્વની વાત છે. દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, PM મોદી સાથે આ વિદેશ પ્રવાસ પર જવું તેમના માટે સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે, આજે દુનિયા ભારતને જે રીતે જોઈ રહી છે તે PM મોદીના નેતૃત્વને કારણે છે. આટલું જ નહીં, જયશંકરે ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ દ્વારા PM મોદીને Boss કહેવાની સ્ટોરી પણ શેર કરી હતી.

Advertisement

ઓસ્ટ્રેલિયન PM જેમણે PM મોદીને 'The Boss' કહ્યા

આ અંગે એસ જયશંકરે કહ્યું, ઓસ્ટ્રેલિયન PM જેમણે PM મોદીને 'The Boss' કહ્યા તે તેમના ભાષણનો ભાગ ન હતો. તે કંઈક હતું જે તેમના મગજમાંથી બહાર આવ્યું હતું. એસ જયશંકરના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ પછી ઓસ્ટ્રેલિયાના PM એ તેમને કહ્યું હતું કે મોદીને 'The Boss' કહેવાનું મારા મગજમાં હતું. તે કોઈ ભાષણનો ભાગ નથી, તે મારી આંતરિક લાગણી હતી.

PM મોદી વિશ્વગુરુ છે : પાપુઆ ન્યુ ગિનીના PM

એસ જયશંકરે કહ્યું કે, જ્યારે PM મોદી પાપુઆ ન્યુ ગિનીમાં ઉતર્યા ત્યારે બધાએ જોયું કે જે રીતે વડાપ્રધાને તેમના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું. પાપુઆ ન્યુ ગિનીના PM એ કહ્યું કે, તેમના માટે વડાપ્રધાન મોદી માત્ર વડાપ્રધાન નથી, તેઓ એક ગુરુ છે. વડાપ્રધાન મોદી વિશ્વગુરુ છે. તેમની પાસેથી આપણને પ્રેરણા મળે છે. આજ સુધી મેં આવું દ્રશ્ય જોયું નથી. આ સમગ્ર વિશ્વની વિચારસરણી હતી. આ સિવાય જાપાનમાં અમેરિકી રાષ્ટ્રપતિએ PM મોદીનો ઓટોગ્રાફ પણ માંગ્યો હતો, તે તેમની અંગત ઈચ્છા હતી. એસ જયશંકરે કહ્યું કે બાઈડેન PM મોદીનું ખૂબ સન્માન કરે છે.

આ પણ વાંચો - 3 દેશોના પ્રવાસેથી પરત ફર્યા PM મોદીનું દિલ્હી એરપોર્ટ પર ઉમળકાભેર સ્વાગત, ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×