Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંજાબી સિંગર Rajvir Jawanda નું અવસાન, 11 દિવસ વેન્ટીલેટર પર ઝઝૂમ્યા

Rajvir Jawanda Death : તાજેતરમાં 27 સપ્ટેમ્બરના રોજ હિમાચલ પ્રદેશના બદ્દી નજીક એક મોટા માર્ગ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા
પંજાબી સિંગર rajvir jawanda નું અવસાન  11 દિવસ વેન્ટીલેટર પર ઝઝૂમ્યા
Advertisement
  • વેન્ટીલેટર પર 11 દિવસ મોત સામે ઝઝૂમ્યા બાદ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
  • પંજાબી સિંગરના મોતથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું
  • દિલજીતે તો કોન્સર્ટમાં રાજવીર માટે પ્રાર્થના કરવા માટેની અપીલ પણ કરી હતી

Rajvir Jawanda Death : લોકપ્રિય પંજાબી ગાયક રાજવીર જવાંદાનું અવસાન (Rajvir Jawanda Death) થયું છે. તેઓ 11 દિવસથી મોહાલીની એક હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. તાજેતરમાં 27 સપ્ટેમ્બરના રોજ હિમાચલ પ્રદેશના બદ્દી નજીક એક મોટા માર્ગ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દરમિયાન માથા અને કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ થતાં તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. આજે સવારે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. રાજવીર (Rajvir Jawanda Death) માત્ર 35 વર્ષના હતા, અને તેમના નિધનના સમાચારથી તેમના ચાહકો ચોંકી ગયા છે. તેમણે નાની ઉંમરે પોતાની કલા સાધના વડે લોકોના હ્રદયમાં સ્થાન બનાવી લીધું હતું.

Advertisement

અકસ્માત કેવી રીતે થયો હતો ?

રાજવીર જવાંદા (Rajvir Jawanda Death) શિમલાથી સોલન મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો. બદ્દી નજીક તેમનું સંતુલન ખોવાઈ ગયું, જેના કારણે આ જીવલેણ અકસ્માત થયો હતો. ગાયકને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પહોંચતા જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પણ, રાજવીર 11 દિવસ સુધી વેન્ટિલેટર પર હતા.

Advertisement

સેલિબ્રિટીઓએ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી

રાજવીરના (Rajvir Jawanda Death) નિધનથી પંજાબી સંગીત ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આ દુર્ઘટના પછી, દિલજીત દોસાંઝ, ગિપ્પી ગ્રેવાલ, એમી વિર્ક, નીરુ બાજવા અને કંવર ગ્રેવાલ જેવા કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. દિલજીત દોસાંઝે હોંગકોંગમાં તેમના કોન્સર્ટમાં ભીડને રાજવીર માટે પ્રાર્થના કરવાની અપીલ પણ કરી હતી.

આ પણ વાંચો -----  હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ અને તેના પુત્ર દ્વારા મોટી ઠગાઇ, ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી થશે

Tags :
Advertisement

.

×