Kutch : ભુજનાં ઝૂરા ગામે બુટલેગર બેફામ, જનતા રેડ દરમિયાન બુટલેગરે મહિલાને માર્યો માર
- Kutch : ભુજ તાલુકાનાં ઝૂરા ગામે બુટલેગર બેફામ
- મહિલાએ દેશી દારૂનાં અડ્ડા પર જનતા રેડ કરતા બુટલેગરે મહિલાને માર માર્યો
- પીડિત મહિલા માધાપર પોલીસ મથકે બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પહોંચી
- બુટલેગર સામે ફરિયાદ નોંધવામાં માધાપર પોલીસની ઢીલી નીતિ મહિલામાં રોષ
- પોલીસ બુટલેગરને છાવરતી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો
ભુજ : કચ્છ જિલ્લાના (Kutch) ભુજ તાલુકાના ઝૂરા ગામે દેશી દારૂના ગેરકાયદે વેચાણના અડ્ડા વિરુદ્ધ જનતા રેડ દરમિયાન બુટલેગરે એક મહિલાને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પીડિત મહિલાની ફરિયાદ પર માધાપર પોલીસ સ્ટેશનની ઢીલી કાર્યવાહીએ સ્થાનિક વસાહતમાં ભારે રોષ ફેલાયો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસ મથક સામે વિરોધ પ્રદર્શન કર્યું, જ્યારે મહિલાએ આત્મહત્યાની ધમકી આપીને ન્યાયની માંગ કરી છે.
ઘટનાના શનિવારના રોજ બપોરે ઝૂરા ગામમાં બની છે. જનતા રેડમાં સામેલ પીડિત મહિલાએ ગામમાં ચાલતા દેશી દારૂના ગેરકાયદે અડ્ડા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને તેને બંધ કરાવવાનો પ્રયાસ કર્યો. આ અડ્ડા પર બુટલેગરો દ્વારા વેચાતા ઝેરી દારૂને કારણે ગામમાં અનેક સમસ્યાઓ ઉભી થઈ છે, જોકે, બુટલેગરે મહિલાને લાઠીથી મારીને ભાગી ગયો, અને આ સમગ્ર ઘટનાનો વીડિયો એક સ્થાનિક વ્યક્તિએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો.
આ પણ વાંચો- DyCM Harsh Sanghavi : “અતુલ્ય વારસાની વિશેષતા એ છે કે 84 વર્ષના કાકાએ એવોર્ડ લીધો”
પીડિત મહિલા તરત જ માધાપર પોલીસ સ્ટેશન પહોંચી અને બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી. પરંતુ, પોલીસની અધિકારીઓએ કલાકો સુધી ફરિયાદ લીધી નહોવાની માહિતી સામે આવી રહી છે, જેના કારણે મહિલાએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. તેણીએ પોલીસને જણાવ્યું કે, "બુટલેગરને પોલીસ છાવરી રહી છે, જેના કારણે ગામના યુવનોને નશાની લત લાગી રહી છે. હું ન્યાય માટે જીવન આપી દઈશ."
Kutch : ભુજ તાલુકાનાં ઝૂરા ગામે બુટલેગર બેફામ | Gujarat First
મહિલાએ દેશી દારૂનાં અડ્ડા પર જનતા રેડ કરતા બુટલેગરએ મહિલાને માર માર્યો
પીડિત મહિલા માધાપર પોલીસ મથકે બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પહોંચી
બુટલેગર સામે ફરિયાદ નોંધવામાં માધાપર પોલીસની ઢીલી નીતિ મહિલામાં રોષ
પોલીસ… pic.twitter.com/JM0mO84Y63— Gujarat First (@GujaratFirst) December 2, 2025
આ ઘટનાને લઈને કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેઓએ માધાપર પોલીસ સ્ટેશન સામે ધરણા આપીને અને બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. કાર્યકર્તાઓએ કહ્યું કે, "પોલીસની નિષ્ક્રિયતા કારણે ગુજરાતમાં દારૂની હેરાફેરી વધી રહી છે, અને મહિલાઓ સુરક્ષિત નથી." આ ઘટના કચ્છમાં દેશી દારૂની સમસ્યાને ઉજાગર કરી છે. જ્યાં તાજેતરમાં પણ રેલવે માર્ગે દારૂના કન્ટેનર પકડાયા હતા અને અન્યાયીઓ વચ્ચે પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે.
ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી જિજ્ઞેશ મેવાણીએ રાજ્યમાં ચાલતા દૂષણ સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. ડ્રગ્સ-દારૂ સામેનો વિરોધ બનાસકાંઠામાંથી શરૂ થઈને પૂરા રાજ્યમાં ફેલાઈ ગયો છે. કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું છે કે, જે પણ ખોટું કરશે તેના પટ્ટા ઉતરશે. જો જિજ્ઞેશ મેવાણી ખોટું કરશે તો જિજ્ઞેશ મેવાણીના પટ્ટા ઉતરશે, અધિકારી ખોટું કરશે તો તેમને પટ્ટા ઉતરશે. આ દરમિયાન તેમણે પણ પોલીસની દારૂના વેચાણને લઈને કામગીરીને લઈને પ્રશ્ન ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો- Chhota Udepur: મતદાર યાદી સુધારણામાં કઈ મુશ્કેલીને લીધે આપવું પડ્યું આવેદનપત્ર?


