Gujarat માંથી નાણા પડાવતા 8 લોકોની નકલી ED ની ટીમ ઝડપાઈ
- Gujarat માંથી નકલી ED ની ટીમ ઝડપાઈ
- સમગ્ર મામલે 8 આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે
- બે આરોપીઓની Ahmedabad થી ધરપકડ કરવામાં આવી
Kutch Fake ED : Gujarat માં પીરસવામાં આવતા ખોરાકથી લઈને સરકારી પોશાક સુધી તમામ પાયદાનમાંથી નકલી હોવાના અનેક ઉદાહરમો મળી આવ્યા છે. Gujaratમાં અવારનવાર અનેક નકલી સરકારી અધિકારીઓ મળી આવે છે. હવે, તો Gujaratમાં નકલી સરકારી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય, તેવી સ્થિતિ સર્જાય છે. કારણ કે.... તાજેતરમાં Gujarat ના Kutch જિલ્લામાંથી નકલી ED ની ટીમને પકડી પાડવામાં આવી છે. આ અંગે સમગ્ર માહિતી આગળ અહેવાલમાં રેખાંખિત કરવામાં આવી છે.
બે આરોપીઓની Ahmedabad થી ધરપકડ કરવામાં આવી
મળતી માહિતી મુજબ, આ નકલી ED ની ટીમમાંથી અત્યાર સુધીમાં કુલ 8 લોકોની Ahmedabad અને Kutch Police દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત આ કેસમાં આગળ પર આરોપીઓ સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ નકલી ED ની ટીમ મોટાભાગે ધનિક વ્યક્તિઓ જેવા કે ઉદ્યાગપતિઓ અને મોટા વેપારીઓની ઈન્ટરનેટ ઉપરથી માહિતી મેળવીને તેમના નિવાસસ્થાને દરોડા પાડીને તેમની પાસેથી લાખો અને કરોડ પડાવતા હતા. આ નકલી ED ની ટીમ મોટાભાગે Ahmedabad અને ભુજમાં આવેલા લોકોને નિશાન બનાવતી હતી.
આ પણ વાંચો: VADODARA : રાજ્યમાં સૌ પ્રથમ વખત ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષકોની બદલી
સમગ્ર મામલે 8 આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે
જોકે આ EDની ટીમે Gujarat ના દરેક શહેરમાંથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી નાણા પડાવ્યા છે. તો મુખ્યત્વ ED ના નકલી ઓફિસર બનીને આ ફ્રોડ લોકોએ ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવ્યા છે. જોકે આ નકલી ED ની ટીમ અંગે Kutch જિલ્લમાં અનેક કેસ નોંદવામાં આવ્યા હતા. જોકે આ ત્યારે Kutch Police એ આ અંગે સઘન તપાસ શરૂ કરી હતી. ત્યારે આ કેસમાં સંબંધિત બે આરોપીઓની Ahmedabad થી ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, આ સમગ્ર મામલે 8 આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. Kutch લોકલ ક્રાઇમ બ્રાન્ચના Police ઇન્સ્પેક્ટર એન.એમ.ચુડાસમાએ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. તેમજ આ અંગે સત્તાવાર હકીકતો પછી આપવામાં આવશે તેમ જણાવ્યું છે.
આ પણ વાંચો: BZ Group ના ચક્રવ્યૂહમાં ક્રિકેટરો પણ ફસાયા, કરોડોનું રોકાણ કરી પછતાયા


