Jamnagar : ધ્રોલ તાલુકાના માણેકપર ગામે ખાડામાં ડૂબી જતા ભાઈ-બહેનના મોત, ખેતમજૂર પરિવાર પર આભ ફાટ્યું
- જામનગરના ધ્રોલ તાલુકાના માણેકપર ગામે બની હૃદયદ્રાવક ઘટના
- પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 માસૂમ ભાઈ-બહેનના કરુણ મોત!
- બહાર ગામથી પેટિયું રળવા આવેલ ખેતમજૂર પરિવાર પર આભ ફાટ્યું
- 9 વર્ષીય અનિતા અને 7 વર્ષીય અવિનાશ પાણીમાં ગરકાવ થયા હતા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામની હ્યદયદ્રાવક ઘટના બનવા પામી હતી. જેમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનના કરૂણ મોત થયા હતા. બહાર ગામથી પેટિયું રળવા આવેલ ખેત મજૂર પરિવાર પર આભ ફાટ્યું હતું. શ્રમિક પરિવારના 9 વર્ષીય અનિતા અને 7 વર્ષીય અવિનાશ ભુરિયા નામના ભાઈ-બહેન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ સમગ્ર મામલે ધ્રોલ પોલીસે હોસ્ટિપલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બે માસૂમ ભાઈ-બહેનનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ
બે બાળકો ખાડામાં ડૂબ્યાની જાણ થતા સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી ભાઈ-બહેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા ફાયર બ્રિગ્રેડને કરતા ફાયર બ્રિગ્રેડ પણ ઘટના સ્થળે આવી બાળકોની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટના બાબતે પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ પણ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી. બંને ભાઈ-બહેનના કરૂણ મોત નિપજતા પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
આ પણ વાંચોઃ Surat : બસમાં વગર ટિકિટ મુસાફરી કરનાર સામે કાર્યવાહી, 30થી વધુ પેસેન્જરો ટિકિટ વગર ઝડપાયા
ભુજમાં તળાવમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
જ્યારે અન્ય એક ઘટનામાં ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામ નજીક તળાવમાં અજાણ્યો વ્યક્તિ ડૂબ્યો હોવાની જાણ ભુજ ફાયર વિભાગની ટીમને થતા ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા અંડર વોટર કેમેરાની મદદથી તળાવમાંથી મૃતદેહ શોધ્યો હતો. ફાયરના જવાનોએ આધુનિક ટેકનોલોજીની મદદથી વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ગઈકાલે રાત્રીના સમયે તળાવમાં અજાણ્યો વ્યક્તિ ડૂબ્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat rain : મોડાસા અને મેઘરજમાં ધમાકેદાર વરસાદ, હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી


