Rahul Gandhi : ગૌતમ અદાણીની ધરપકડ કરો..
- લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ
- રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ધરપકડની માંગ કરી
- રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આખો દેશ જાણે છે કે ભારતમાં ગૌતમ અદાણીની ધરપકડ થઈ શકે નહીં
Rahul Gandhi on Gautam Adani : લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Rahul Gandhi on Gautam Adani)ની ધરપકડની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે અદાણીજી વિરુદ્ધ અમેરિકન પ્રોસિક્યુટરના આરોપોએ જેપીસી તપાસની માંગને સાચી સાબિત કરી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આખો દેશ જાણે છે કે ભારતમાં ગૌતમ અદાણીની ધરપકડ થઈ શકે નહીં.
રાહુલ ગાંધીનો દાવો- સરકાર અદાણીની પાછળ ઉભી છે
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે 'અદાણીને બચાવામાં આવી રહ્યા છે, આ એક મોટું કામ છે. વધુ એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, આ મુદ્દો ઉઠાવવાની જવાબદારી મારી છે. ભારતના યુવાનોને રોજગાર નથી મળતો, નાના ગુનામાં લોકો જેલમાં જાય છે. પરંતુ અદાણી ગમે તે કરે, તેમને કંઈ થતું નથી. જેપીસી પાસે અમારી માંગ છે કે અદાણીની ધરપકડ થવી જોઈએ. પરંતુ અમે જાણીએ છીએ કે તેની ધરપકડ કરવામાં આવશે નહીં, કારણ કે ભારત સરકાર અદાણીની પાછળ ઉભી છે.
આ પણ વાંચો---Bribe કેસ બાદ Gautam Adani અબજોપતિઓની યાદીમાંથી સરકી ગયા
LIVE: Press Conference | AICC HQ, New Delhi https://t.co/mHekba8CL4
— Rahul Gandhi (@RahulGandhi) November 21, 2024
2020 થી 2024 સુધી 250 મિલિયન ડોલરની લાંચ આપવાનો આરોપ
અગાઉ, કોંગ્રેસે ગુરુવારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા કરવામાં આવેલા આરોપો અંગે કહ્યું હતું કે આ તેમની માંગને યોગ્ય ઠેરવે છે કે આ બિઝનેસ ગ્રૂપ સાથે સંબંધિત સમગ્ર પ્રકરણની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) ની જરૂર છે પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પણ કહ્યું કે તરત જ જેપીસીની રચના થવી જોઈએ. યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી,અને તેમના ભત્રીજા સાગર અદાણી પર સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ અને ફંડિંગ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. આ કથિત યોજના હેઠળ 2020 થી 2024 દરમિયાન 250 મિલિયન ડોલર (લગભગ 2236 કરોડ રૂપિયા)ની લાંચ આપવામાં આવી હતી.
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર શું છે આરોપ?
અદાણી પર ભારતીય ઉપખંડમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ અને ફંડિંગ જીતવા માટે જંગી લાંચ આપવાનો અને અમેરિકન રોકાણકારોથી આ વાત છુપાવવાનો આરોપ છે. અદાણીની સાથે અન્ય આરોપીઓમાં તેમના ભત્રીજા સાગર અદાણી, 'અદાણી ગ્રીન એનર્જી'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને કંપનીના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનીત જૈનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો---અમેરિકાથી આવેલા અદાણીના સમાચાર બાદ Stock Market કડડભૂસ..


