Banaskantha: ભાભરમાં અસામાજિક તત્વોનો આતંક, અસામાજીક તત્વોના આતંકથી સ્થાનિકોમાં રોષ
- બનાસકાંઠાના ભાભરમાં અસામાજિક તત્વોનો આતંક
- ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, સાસંદ ગેનીબેન ઉતર્યા મેદાનમાં
- વારંવાર અસામાજિક તત્વોના હુમલાથી લોકોમાં ભયનો માહોલ
- ગઈકાલે અસામાજિક તત્વોએ જાહેરમાં પાંચ વ્યક્તિઓ પર કર્યો હુમલો
બનાસકાંઠાના ભાભરમાં અસામાજિક તત્વોના હુમલાને લઈ સાંસદ અને ધારાસભ્ય લોકો સાથે રેલીમાં જોડાયા હતા. ભાભર શહેરમાં વારંવાર સામાજિક તત્વોના હુમલાથી લોકોમાં દહેશત છે. ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા ભાભરમાં સરેઆમ જાહેર હુમલો કરી પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આવા અસામાજીક તત્વોને પકડી અને કડક કાર્યવાહ કરવાની સાંસદ અને ધારાસભ્ય દ્વારા માંગ કરી હતી. સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું હોમ ગ્રાઉન્ડ ભાભર હોવા છચાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હતા.
Banaskantha GeniBen ની રેલી પૂર્ણ થતા જ ભાભરમાં ફરી...! | Gujarat First
ભાભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે
30 એપ્રિલ 2025, બુધવારના રોજ ભાભરમાં બે જૂથ વચ્ચે થઇ હતી મારામારી
સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે રેલી કાઢી હતી અને આરોપીઓ સામે પગલાં ભરવા… pic.twitter.com/vrKSPTPLDN— Gujarat First (@GujaratFirst) May 1, 2025
સાંસદ ગેનીબેન ઠાકોરે શું માંગ કરી
આ બાબતે સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ભાભર શહેરની સુરક્ષા બાબતે અમારી પોલીસ પાસે માંગણી છે. જેમાં મુદ્દા નં. 1 અસામાજિક તત્વો જેઓ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનું, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે. અનેક પુરાવાઓ છતાં પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી.
આ પણ વાંચોઃ Panchmahal: ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દૂધ ઉત્પાદકોને મોટી ભેટ
રેલી બાદ અચાનક જ દુકાનોમાં શરૂ કરી દીધી તોડફોડ
ભાભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ટોળાએ બજારને બાનમાં લીધું હતું. ધાતક હથિયારો સાથે ધોકા અને પાઈપો સાથે દુકાનોમાં તોડફોડ કરી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરની રેલી બાદ અચાનક જ દુકાનોમાં તોડફોડ કરી હતી. એલસીબી, એસઓજી અને પોલીસની હાજરી હોવા છતાં ટોળા દ્વારા તોડફોડ કરી હતી. ગઈકાલે ભાભરમાં ભર બજારે હુમલો થયો હતો. જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. ગઈકાલે થયેલા હુમલાના પડઘા આજે ભાભરમાં પડ્યા છે. હજારોની સંખ્યામાં ટોળાએ બજારમાં ધોકા અને હથિયારો વડે તોડફોડ કરી હતી.
આ પણ વાંચોઃ Surat : મહિલા PSI સહિત ત્રણ રૂ. 63 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા


