Maharashtra માં CM નું નામ હજુ નક્કી નથી પરંતુ શપથ ગ્રહણ સમારોહના તારીખની જાહેરાત...!
- Maharashtra માં આ તારીખે યોજાશે શપથ ગ્રહણ
- 2 ડિસેમ્બરે BJP ધારાસભ્યોની Meeting યોજાશે
- Maharashtra માં 5 ડિસેમ્બરે નવી સરકાર બનશે
મહારાષ્ટ્ર (Maharashtra)ના નવા CM કોણ હશે તેના પર હજુ સસ્પેન્સ છે. જો BJP સૂત્રોનું માનીએ તો 2 ડિસેમ્બરે BJP ધારાસભ્યોની મીટિંગ થશે, ત્યારપછી એ સ્પષ્ટ થશે કે ધારાસભ્યોએ કોને પોતાના પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. દરમિયાન સમાચાર આવ્યા છે કે રાજ્યમાં CM નું ચિત્ર સ્પષ્ટ થાય તે પહેલા શપથગ્રહણ સમારોહની તારીખ નક્કી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે નવી સરકાર બનશે...
ભારતીય જનતા પાર્ટી (BJP) ના એક વરિષ્ઠ નેતાએ શનિવારે કહ્યું કે, મહારાષ્ટ્ર (Maharashtra)માં મહાયુતિ ગઠબંધનની નવી સરકાર 5 ડિસેમ્બરે રચાશે. જો કે CM કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. એકનાથ શિંદે, ફડણવીસ અને પવારે ગુરુવારે મોડી રાત્રે રાજ્યમાં આગામી સરકાર બનાવવાની સમજૂતી પર ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળ્યા હતા.
કોણ બનશે મહારાષ્ટ્રના નવા સીએમ?
BJP ના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, CM નો શપથ ગ્રહણ સમારોહ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. પરંતુ તે પહેલા 2 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે બેઠક યોજાશે. આમાં, ધારાસભ્યો તેમની પાર્ટીના નેતાની પસંદગી કરશે અને પછી તે સ્પષ્ટ થઈ જશે કે મહારાષ્ટ્ર (Maharashtra)ના CM કોણ બનશે.
આ પણ વાંચો : Ajmer dargah : હિન્દુ સેનાના અધ્યક્ષને કેનેડાથી આવ્યો ફોન, કહ્યું - 'તારું માથું કાપી...'
શિંદે ભાજપના દરેક નિર્ણયને સ્વીકાર્યો...
તમને જણાવી દઈએ કે, શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આગામી CM ને લઈને BJP નેતૃત્વના નિર્ણયનું સંપૂર્ણ સમર્થન કરશે અને આ પ્રક્રિયામાં કોઈ અવરોધ નહીં બને. તે જ સમયે, અજિત પવારની આગેવાની હેઠળની NCP એ CM પદ માટે ફડણવીસને સમર્થન આપ્યું છે. એ વાત જાણીતી છે કે, આગામી CM બનવાના ઉમેદવારોમાં દેવેન્દ્ર ફડણવીસ સૌથી આગળ છે.
આ પણ વાંચો : Sambhal હિંસાનું સત્ય બહાર આવ્યું!, સફેદ કુર્તા પહેરેલા યુવકે ભીડને ઉશ્કેરી...
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આ પ્રમાણે હતા...
મહારાષ્ટ્ર (Maharashtra)માં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના ગઠબંધને 288 માંથી 230 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી. ભાજપ 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે શિવસેનાને 57 અને NCP ને 41 બેઠકો મળી છે. કોંગ્રેસની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA)ને વિધાનસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તેનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, માત્ર 16 બેઠકો જીતી. શરદ પવારની NCP (એસપી) માત્ર 10 બેઠકો જીતી શકી હતી, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) 20 બેઠકો જીતી શકી હતી.
આ પણ વાંચો : 1993માં થયું હતું અપહરણ, હવે 31 વર્ષ બાદ પરિવારને મળ્યો દીકરો