કેન્દ્રિય મંત્રીની હાજરીમાં સ્ટેજ પર મહિલા અધિકારીઓ બાખડ્યા, કોણી મારીને ચૂંટલી ભરી લીધી
- નીતિન ગડકરીની હાજરીમાં સિનિયર મહિલા અધિકારીઓનો કલેશ સામે આવ્યો
- સ્ટેજ પર એકબીજાને કોણી મારતા અને ચૂંટલી ભરતા અધિકારી જણાયા
- સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો
Turf war between women postal officers : મહારાષ્ટ્રના નાગપુરમાં (Maharastra - Nagpur) બે સિનિયર મહિલા અધિકારીઓના (Turf war between women postal officers) કૃત્યનો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) ભારે વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, ખાસ કરીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની (Nitin Gadkari) સામે. હકીકતમાં, નાગપુરમાં એક સરકારી નોકરી મેળા દરમિયાન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ વચ્ચેનો વિવાદ જાહેર થયો છે. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે, જેમાં બંને વચ્ચેની હુંસાતુંસી જોવા મળે છે, જેમાં એક અધિકારી બીજાને કોણી મારતા અને ચૂંટલી ભરતા જોઇ શકાય છે.
हौले हौले ऐसे भी धक्का-मुक्की किया जा सकता है ….
केंद्रीय मंत्री नितिन गडकरी के सामने ये दो महिला अधिकारी शोभा माघले और शुचिता जोशी एक कार्यक्रम में मंच पर ही उलझ रही , इनका झगड़ा पुराना है
दृश्य देखिए 😁@Nitin_Gadkari_B #Maharastragov #indianpostaldepartment pic.twitter.com/H812seGH1M— Anand Mohan (@anandfiles) October 25, 2025
માધલે ટ્રાન્સફર ઓર્ડરને સક્ષમ કોર્ટમાં પડકાર્યો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આખો વિવાદ પોસ્ટમાસ્ટર જનરલ (પીએમજી) ના પદ અને ચાર્જને લઈને છે. પોસ્ટમાસ્ટર જનરલ શોભા માધલે (નારંગી સાડી) ને 8 સપ્ટેમ્બરના રોજ કર્ણાટકના ઘરવાડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નવી નિમણૂક ના થાય ત્યાં સુધી, નાગપુરનો ચાર્જ નવી મુંબઈ પોસ્ટમાસ્ટર જનરલ સુચિતા જોશી (ગ્રે સાડી) ને સોંપવામાં આવ્યો છે. માધલે ટ્રાન્સફર ઓર્ડરને સક્ષમ કોર્ટમાં પડકાર્યો હતો અને સ્ટે મેળવ્યો હતો. પરિણામે, માધલે અને જોશી વચ્ચે ચાલી રહેલ વિવાદ નોકરી મેળામાં પણ સ્પષ્ટ પણે ખુલીને સામે આવ્યો હતો.
શિસ્તભંગની કાર્યવાહીની શક્યતા
નોકરી મેળામાં, બંને અધિકારીઓ એક જ સોફા પર બેઠા હતા, ત્યારે તેમની વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો. માધલે (નારંગી સાડીમાં) જોશીના હાથને ધક્કો માર્યો હતો, જેનાથી સોફા પર પાણી છલકાઈ ગયું હતું. માધલે પર આરોપ છે કે, તેણે જોશીનો ડાબો હાથ દબાવ્યો અને કોણી મારી. કેન્દ્રીય મંત્રી ગડકરીની સામે આ અભદ્ર વર્તન બાદ બંને મહિલા અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થવાની શક્યતા સેવાઇ રહી છે.
આ પણ વાંચો ----- ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની છેડતી: ઇન્દોરમાં 5 કલાકમાં આરોપી અકીલ ખાનની ધરપકડ, જૂઓ Video


