Vadodra : વરસાદી ગટરની કામગીરીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આક્ષેપ
- વડોદરામાં વરસાદી ગટરની કામગીરીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ
- 6 મહિના પહેલા કરેલી કામગીરીમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આરોપ
- વાયરોક હોસ્પિટલથી શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલય સુધીની કામગીરીમાં ખેલ
- કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ કર્યો કૌભાંડનો પર્દાફાશ
વડોદરા શહેરમાં આર્યકન્યા રોડ પર વાયરોક હોસ્પિટલથી શ્રીકૃષ્ણ હિન્દી વિધાલય સુધી વરસાદી ગટર નાખવામાં આવી હતી. 6 મહિના પહેલા નાખવામાં આવેલી બિન જરૂરી વરસાદી ગટરનો શરૂઆતથી જ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ એવો વિસ્તાર છે કે પૂરની પરીસ્થિતિમાં પણ રોડ પર ક્યારેય પાણી ભરાયેલા જોવા મળ્યા નહોતા જેથી અહીંયા લાખો રૂપિયા ખર્ચ કરવો વ્યય હતો. તેમ છતાં મનપા ના સત્તાધીશોએ હઠ પકડી અને આ વિસ્તારમાં આખરે વરસાદી ગટર નાખી જ દીધી. પરંતુ આ કામ માં પણ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો એ મિલીભગત કરી વેઠ ઉતારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
પૂર્વ કોર્પોરેટર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો
6 મહિના પહેલી તકલાદી કામગીરીનો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ પર્દાફાશ કરી વરસાદી ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા. તેમજ વરસાદી ગટરની 20 કેચપીટ હોવી જોઈએ તેના બદલે માત્ર આઠ નાખી હોવાનો આરોપ પૂર્વ કોર્પોરેટર દ્વારા લગાવવામાં આવ્યો હતો. ત્યારે આવા બિન જરૂરી તેમજ તકલાદી કામોમાં નાગરિકોના ટેક્સ ના પૈસાનો વ્યય થતા નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
પ્રોજેક્ટ શાખા અધિકારી દ્વારા તપાસ કરવા આદેશ આપ્યા
નાગરિકોના રોષ તેમજ આક્ષેપો ને લઈ રોડ પ્રોજેક્ટના અધિકારી ભાર્ગવ પંડિત દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરી કામગીરી શરૂ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા અને નાગરિકોને ચોમાસુ માથે છે ત્યારે આવનાર સમયમાં મુશ્કેલી ન પડે તે માટે કોન્ટ્રાકટર પાસે સાફ સફાઈ સહિતની સંપૂર્ણ કામગીરી નાગરિકોનું હિત જણાવાય એ દિશામાં કરવામાં આવશેની બાહેધરી આપી હતી.
વરસાદી ગટના ચેમ્બર પણ પૂરી દીધી
મહત્વની વાત છે કે આ વરસાદી ગટરમાં રોડનો ડામર અને કચરો ભરેલો હોવાથી વરસાદી પાણીનો નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા દેખાતી જ નથી. રોડના કોન્ટ્રાક્ટરે અનેક જગ્યાએ ડામર નાખી વરસાદી ગટરના ચેમ્બર પણ પૂરી દીધા હતા. ત્યારે પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના સાઠગાંઠ ખુલ્લી પડતા હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.
આ પણ વાંચોઃ kutch : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 26 મેએ ભુજની મુલાકાતે, હિલવ્યુથી પ્રિન્સ રેસીડેન્સી સુધી યોજાશે રોડ શો