Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Manipur Violence : સગીર છોકરીની જાતીય સતામણી, ચુરાચંદપુરમાં કર્ફ્યુ વચ્ચે હિંસા

Manipur Violence : સગીર છોકરીની જાતીય સતામણી બાદ મણિપુરમાં ફરી તણાવ
manipur violence   સગીર છોકરીની જાતીય સતામણી  ચુરાચંદપુરમાં કર્ફ્યુ વચ્ચે હિંસા
Advertisement
  1. Manipur ના ચુરાચંદપુરમાં એક સગીરની જાતીય સતામણી
  2. કુકી સમાજના બે જૂથોએ પૂર્વ બંધનું એલાન આપ્યું
  3. ચુરાચંદપુર જિલ્લા પ્રશાસને મોટો નિર્ણય લીધો

મણિપુર (Manipur)માં ફરી તણાવની સ્થિતિ છે. ચુરાચંદપુર જિલ્લામાં એક સગીર છોકરીની કથિત જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. જે બાદ કુકી સમાજના બે જૂથોએ પૂર્વ બંધનું એલાન આપ્યું હતું. જેને જોતા હવે જિલ્લા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે તુઇબોંગ સબ-ડિવિઝનમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કુકી જો ગામ સ્વયંસેવક (KZVV) અને યુનાઇટેડ ટ્રાઇબલ વોલેન્ટિયર (UTV) કુકી સંગઠનોએ બુધવારે બંધનું આહ્વાન કર્યું હતું. જે બાદ તુઇબોંગ સબ-ડિવિઝનમાં સવારે 5 વાગ્યાથી ઘણી સંસ્થાઓ બંધ રહી હતી. બંધનું એલાન આપીને બંને સમાજે ન્યાયની માંગ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે તુઇબોંગ માર્કેટમાં 11 વર્ષની બાળકીનું કથિત રીતે યૌન શોષણ થયું હતું. યુવતી હેરબેન્ડ ખરીદવા ગઈ હતી. આ દરમિયાન એક દુકાનદારે તેની સાથે મારપીટ કરી હતી. યુવતીના પરિવારે 21 ઓક્ટોબરે આ મામલે મણિપુર (Manipur) પોલીસને ફરિયાદ કરી હતી. ચુરાચંદપુર મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીએ ફરિયાદની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે, પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીજા જ દિવસે આરોપીએ પોતે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. મહિલા પોલીસ અઠવાડિયામાં ચાર્જશીટ રજૂ કરશે. બુધવારે વિરોધીઓએ તુઇબોંગ માર્કેટમાં ચુરાચંદપુરમાં તિદ્દિમ રોડ બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન લોકોએ ટાયરો વગેરે સળગાવી રોષ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Delhi માં હાઈ વોલ્ટેજ ડ્રામા, વ્યક્તિએ પોલીસને બાનમાં લીધા, Video Viral

CM એ રાજીનામાની અટકળોને નકારી કાઢી...

આરોપીની દુકાનમાં તોડફોડ કરી આગ લગાવી દેવામાં આવી હતી. ચુરાચંદપુરના SDPO પ્રખર પાંડેએ લોકોને અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે. તે જ સમયે, જિલ્લા મેજિસ્ટ્રેટ ધરુણ કુમારે BNSS, 2023 ની કલમ 163 હેઠળ લાદવામાં આવેલા કર્ફ્યુ આદેશ ઉપરાંત નવા આદેશો પણ જારી કર્યા છે. આ સાથે જ મણિપુર (Manipur)ના CM એન બિરેન સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે બુધવારે રાજધાની ઇમ્ફાલની ચાર દિવસીય મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી. CM એ રાજીનામાની અટકળોને ફગાવી દીધી હતી. 19 ધારાસભ્યોએ તેમની વિરુદ્ધ PM મોદીને મેમોરેન્ડમ સુપરત કર્યા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો : Maharashtra ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સક્રિય, શિવસેના UBT એ જાહેર કર્યા ઉમેદવારો

Tags :
Advertisement

.

×