Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rupert Murdoch : 92 વર્ષના મીડિયા ટાયકૂન આ Lady સાથે કરશે પાંચમા લગ્ન

Rupert Murdoch : મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોક (Rupert Murdoch) ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે. 92 વર્ષીય રુપર્ટ મર્ડોકે 67 વર્ષીય એલેના ઝુકોવા સાથે સગાઈ કરી છે. તેમની ટીમે આ વાતની પુષ્ટિ કરી છે. રુપર્ટ મર્ડોકની આ છઠ્ઠી સગાઈ...
rupert murdoch   92 વર્ષના મીડિયા ટાયકૂન આ lady સાથે કરશે પાંચમા લગ્ન
Advertisement

Rupert Murdoch : મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોક (Rupert Murdoch) ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે. 92 વર્ષીય રુપર્ટ મર્ડોકે 67 વર્ષીય એલેના ઝુકોવા સાથે સગાઈ કરી છે. તેમની ટીમે આ વાતની પુષ્ટિ કરી છે. રુપર્ટ મર્ડોકની આ છઠ્ઠી સગાઈ છે.ફોક્સ અને ન્યૂઝ કોર્પના ભૂતપૂર્વ ચેરમેન મર્ડોક (Rupert Murdoch) ગયા એપ્રિલથી રશિયન એલેનાને ડેટ કરી રહ્યા હતા. એલેના ઝુકોવા વ્યવસાયે મોલેક્યુલર બાયોલોજીસ્ટ છે. બંનેના લગ્ન જૂનમાં કેલિફોર્નિયા વાઈનયાર્ડ એન્ડ એસ્ટેટમાં થશે. રુપર્ટ મર્ડોક (Rupert Murdoch)ના આ પાંચમા લગ્ન હશે. અગાઉ, તેમણે રેડિયો હોસ્ટ એન લેસ્લી સ્મિથ સાથે સગાઈ કરી હતી. પરંતુ આ સગાઈ એક મહિના કરતા પણ ઓછા સમય સુધી ચાલી હતી.

Rupert-Murdoch pc google

Advertisement

એલેના ઝુકોવા નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજીસ્ટ

એલેના ઝુકોવા એક નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજીસ્ટ છે જે ડાયાબિટીસ સંશોધનમાં નિષ્ણાત છે. તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ માટે પણ કામ કર્યું છે. મૂળ મોસ્કોની એલેના 1991માં અમેરિકા આવી હતી. એલેના એક પરિવારના ફંકશન દરમિયાન રુપર્ટ મર્ડોકને મળી હતી. આ કાર્યક્રમનું આયોજન મર્ડોકની ત્રીજી પત્ની વેન્ડી ડેંગ દ્વારા કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે વેન્ડી ડેંગ અને મર્ડોકના લગ્ન 2013માં થયા હતા અને તેમના લગ્ન 14 વર્ષ સુધી ચાલ્યા હતા. નોંધનીય છે કે એલેના ઝુકોવા આ પહેલા પણ બે વાર લગ્ન કરી ચુકી છે. તેણીના પ્રથમ લગ્ન રશિયન તેલ ઉદ્યોગપતિ એલેક્ઝાંડર ઝુકોવ સાથે થયા હતા. બંનેને એક પુત્રી પણ છે, જેનું નામ દશાદ ઝુકોવા છે અને તેની ઉંમર 42 વર્ષની છે.

Advertisement

Rupert Murdoch pc google

મર્ડોકની કુલ સંપત્તિ 1.5 લાખ કરોડ રૂપિયા

જો આપણે રુપર્ટ મર્ડોક વિશે વાત કરીએ તો, તેમણે 2022 માં તેમની ચોથી પત્ની જેરી હોલ સાથે છૂટાછેડા લીધા હતા. તેમની અન્ય પત્નીઓમાં વેન્ડી ડેંગ, અન્ના મર્ડોક માન અને પેટ્રિશિયા બુકરનો સમાવેશ થાય છે. રુપર્ટ મર્ડોકને કુલ મળીને 6 બાળકો છે. ગયા વર્ષે ન્યૂઝ કોર્પમાં મુખ્ય ભૂમિકામાંથી નિવૃત્ત થયા પછી, તેમણે હવે તેમના પુત્ર લચલાનને બાગડોર સોંપી દીધી છે. નોંધનીય છે કે ન્યૂઝ કોર્પ મુર્ડોકના પરિવારના ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, જેના શેરધારકો તેમના ચાર પુત્રો છે. તમને જણાવી દઈએ કે 11 માર્ચે રુપર્ટ મર્ડોક પોતાનો 93મો જન્મદિવસ ઉજવશે. મર્ડોકનો જન્મ 1931માં ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તેમની કુલ સંપત્તિ 1.5 લાખ કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો--- Viral Video : United airlines flightનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો--- France Abortion Rights: ફ્રાંસનો ઐતિહાસિક નિર્ણય, મહિલાઓને ગર્ભપાત કરવાનો બંધારણીય અધિકાર આપ્યો

આ પણ વાંચો--- Nikki Haley એ પોતાની પ્રથમ જીત હાંસલ કરી, આ રાજ્યની પ્રાથમિક ચૂંટણીમાં ટ્રમ્પને હરાવ્યા…

Tags :
Advertisement

.

×