ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજસ્થાન અને તેની આસપાસ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજથી 10 મે સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
04:44 PM May 06, 2025 IST | Vishal Khamar
રાજસ્થાન અને તેની આસપાસ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજથી 10 મે સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
hmedabad Weather gujarat first

રાજ્યમાં આજથી 10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અપરએર સાયક્લોનિક સક્યુલેશન સક્રિય થયું છે. રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય થવા પામી છે.

આજે ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કય્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


ક્યાં ક્યાં જીલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન ગાજવીજસાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ

જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદર,માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તા. 10 સુધી માવઠાની આગાહીઃ હવામાન વિભાગ

હવામાન વિભાગનાં એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી તા. 10 તારીખ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. તેમજ સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેથી અમદાવાદના તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થવા પામ્યો હતો. રાજ્યનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા સુરત, રાજકોટ, વડોદરા તેમજ ગાંધીનગરનાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Surat: વરસાદથી કેરીના પાકને નુકશાનીની પણ ભીતિ, 70 થી 80 ટકા કેરીનો પાક ટપોટપ ખરી પડ્યો

ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, તા. 4 થી 8 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ Surat: ડીંડોલી વિસ્તારમાં થયેલી હત્યા મામલો, આરોપીઓને પકડી તપાસ શરૂ કરી

Tags :
Ahmedabad rain forecastGujarat FirstGUJARAT FIRST NEWSMeteorological DepartmentOrange alert in South GujaratRed alert for rainSystem activeweather updateYellow Alert for Rain
Next Article