ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : રાજ્યમાં ગરમીનો પારો વધ્યો, હિટવેવની આગાહીને પગલે સ્કૂલોને શિક્ષણ વિભાગે આપી સૂચના

રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉંચકાતા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી માટે મહત્વનો નિર્ણય લીધો છે.
06:23 PM Apr 05, 2025 IST | Vishal Khamar
રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉંચકાતા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી માટે મહત્વનો નિર્ણય લીધો છે.
Gujarat Heatwave Forecast gujarat first

રાજ્યમાં વધતી જતી ગરમીને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને પરિપત્ર જાહેર કર્યો છે. ગરમીનાં કારણે શાળાઓ સમયમાં ફેરફાર કરી શકે છે. તેમજ ઉનાળાની ઋતુને લઈ શાળાઓ દ્વારા ક્લાસરૂમની બહારની પ્રવૃતિઓ ટાળવાનું પણ સૂચન કર્યું છે.રાજ્યાં ગરમી અને હિટવેવને લઈ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહીનાં આધારે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને એક પરિપત્ર કર્યો છે. જેમાં ગરમી અને હિટવેવની સ્થિતિને જોતા પ્રાથમિક શાળાઓ પોતાની રીતે સમયમાં ફેરફાર કરી શકે છે.

આ પણ વાંચોઃ Gun Licence Scam : 50 જેટલાં પરવાના ધારકોની યાદી તૈયાર, એટીએસ અને ક્રાઈમ બ્રાંચ કરશે મોટી કાર્યવાહી

સ્કૂલો શાળાનાં સમયમાં ફેરફાર કરી શકશેઃ પ્રફૂલ પાનસેરિયા

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ ખૂબ વધશે તેવી આગાહી કરી છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં ભાગરૂપે હવામાન વિભાગે જ્યારે શિક્ષણ વિભાગને જ્યારે આ માહિતી આપી હતી. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં તમામ જીલ્લા શિક્ષણાધિકારી તેમજ શાળાને સમયનાં ફેરફાર માટેની પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકશે. કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. ઉનાળામાં સવારની પ્રવૃતિ બાદ કરતા ઉનાળાનાં આ ગરમીનાં દિવસોમાં બહારની ગ્રાઉન્ડની અંદરની પ્રવૃતિ ન કરે. તેમજ વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણી પીવે, પાણી ઓછું ન પીવે. તેમજ દરેક શિક્ષકો દ્વારા પાણી પીવા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવે. તેમજ શિક્ષક બાળકને શરીર માટે પાણીનું શું મહત્વ છે તે પણ જણાવે.

આ પણ વાંચોઃ Surat Rape Case: દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત જાહેર, 8 વર્ષે પીડીતાને મળ્યો ન્યાય

દરેક વાલી અને શિક્ષકો જાગૃત રહેઃ પ્રફુલ પાનસેરિયા

હીટવેવથી ડીહાઈડ્રેશનની સમસ્યાઓ થતી હોય છે. ત્યારે તમામ પ્રકારની સાવચેતી રૂપે તમામ શાળાઓ વર્તે અને સમય પ્રમાણે પોતાની શાળાનો સમય ફેરવવા માટે પોતે વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકે. આ તમામ પ્રાથમિક શાળાઓ માટે વાત કરવામાં આવી છે. તેમજ બાળકોનાં હિત માટે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે. તેમજ દરેક વાલી અને શિક્ષકો જાગૃત રહે અને બાળકને વધુમાં વધુ પાણી પીવાની ટેવ પાડવામાં આવે. તેવો સર્વેએ પ્રયાસ કરવો જોઈએ.

આ પણ વાંચોઃ Vadodra: કાર ચાલક દ્વારા રાહદારીઓને અડફેટે લીધા, ભાગવા જતા પકડી પોલીસને સોંપ્યો

Tags :
Circular to SchoolsEducation-DepartmentGandhinagar NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat HeatGujarat Heatwave ForecastGujarati NewsPraful PanseriaTemperature Rises
Next Article