ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Heatwave: ગરમીમાં શેકાવા તૈયાર રહો, ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી દિવોસમાં રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. તેમજ રાજ્યના અનેક જીલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કર્યું છે.
07:29 PM Apr 05, 2025 IST | Vishal Khamar
હવામાન વિભાગ દ્વારા આગામી દિવોસમાં રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. તેમજ રાજ્યના અનેક જીલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કર્યું છે.
gujarat heat wave gujarat first

હવામાન વિભાગે આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરી છે. 9 એપ્રિલ સુધી હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ રાજ્યનાં અનેક જીલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

6 એપ્રિલે આ જીલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, જુનાગઢ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

7 એપ્રિલે આ જીલ્લામાં ઓરેજન્જ- યલો એલર્ટ જાહેર

7 એપ્રિલના રોજ કચ્છ,રાજકોટ,પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જુનાગઢ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ Surat Rape Case: દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત જાહેર, 8 વર્ષે પીડીતાને મળ્યો ન્યાય

8 એપ્રિલે ક્યાં જીલ્લામાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ

8 એપ્રિલના રોજ કચ્છ ,રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા પાટણ, મહેસાણા,ગાંધીનગર,મોરબી,પોરબંદર જૂનાગઢ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

9 એપ્રિલે ક્યાં જીલ્લામાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ

9 એપ્રિલ કચ્છ, રાજકોટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ Gandhinagar : રાજ્યમાં ગરમીનો પારો વધ્યો, હિટવેવની આગાહીને પગલે સ્કૂલોને શિક્ષણ વિભાગે આપી સૂચના

3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાશે

તેમજ કચ્છ જીલ્લામાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદ જીલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. તેમજ 3 સિસ્ટમ સક્રિય થતા રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ગરમીનો પારો ઉંચકાશે.

શ્રમિકો માટે કામનાં કલાક નક્કી કરવા આદેશઃ રાહત કમિશ્નર

હીટવેવની આગાહીને પગલે રાહત કમિશ્નર પણ એક્શન મોડમાં આવી ગયા છે. તેમજ તમામ વિભાગોને માર્ગદર્શિકા મોકલવામાં આવી છે. હીટવેવ એક્શન પ્લાન અંતર્ગત કામગીરી કરવા આદેશ કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં શ્રમિકોને કામના કલાક નક્કી કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ ગરમીની સીઝનમાં કામદારોને બપોરે કામ ન કરાવવા આદેશ કર્યો છે.

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSgujarat heatwaveHeatwave ForecastMeteorological DepartmentMeteorological Department's Heatwave ForecastTemperatures Soar
Next Article