Windows 2030 Vision : કિબોર્ડ અને માઉસનો રિટાયરમેન્ટનો સમય બહુ દુર નથી
- આવનાર સમયમાં કોમ્પ્યુટર સિસ્ટમમાં મોટા ફેરફાર જોવા મળશે
- કોમ્પ્યુટરનું મહત્વનું અંગ ગણાતા માઉસ-કિબોર્ડ રિટાયર્ડ થશે
- વિન્ડોઝ દ્વારા ભવિષ્યની મશીનરી અંગેનો વીડિયો જારી કરાયો
Windows 2030 Vision : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ કોઈ ટ્રેન્ડ નથી જે ધીમે ધીમે પુરો થઇ જશે, પરંતુ તે ઝડપથી આપણી આસપાસની દુનિયાને બદલી રહ્યું (AI Changing World) છે. હવે એવા સંકેતો મળી રહ્યા છે કે, કમ્પ્યુટરની હાલની ડિઝાઇન બદલાવવા જઈ રહી છે, અને થોડા સમય પછી તો માઉસ અને કીબોર્ડની જરૂરિયાત સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે (Key Board And Mouse Retired) . અલબત્ત, આ વિચિત્ર લાગશે પણ તે ભવિષ્યની વાસ્તવિકતા બની શકે છે.
પાંચ વર્ષમાં કમ્પ્યુટર કેટલા બદલાવાના છે
તાજેતરમાં સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ 2030 વિઝન (Windows 2030 Vision) નામનો એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો બતાવે છે કે, ભવિષ્યમાં કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરી શકે છે, અને વપરાશકર્તાઓને તેમના કમ્પ્યુટરને ઇનપુટ આપવા માટે કીબોર્ડ અને માઉસ જેવા ઉપકરણોની મદદ લેવાની જરૂર રહેશે નહીં. આ વિડીયો બતાવે છે કે, આગામી પાંચ વર્ષમાં કમ્પ્યુટર કેટલા બદલાવાના છે.
નવા વિડીયોમાં ભવિષ્યની ઝલક જોવા મળી
માઈક્રોસોફ્ટ (Microsoft) ના 'વિન્ડોઝ 2030 વિઝન' (Windows 2030 Vision) વિડીયોમાં આગામી પાંચ વર્ષમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં થનારા મોટા ફેરફારોની ઝલક બતાવવામાં આવી છે. આ વિડીયોમાં AI ના ઊંડા એકીકરણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કંપનીના એન્ટરપ્રાઇઝ અને સિક્યુરિટી ડિવિઝનના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ ડેવિડ વેસ્ટને જણાવ્યું હતું કે, ભવિષ્યની વિન્ડોઝ સિસ્ટમ યુઝર્સ સાથે વધુ જોડાયેલી હશે. અને તેમના સાંભળવાના, બોલવાના, જોવાના અને સમજવાના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે.
મલ્ટિમોડેલિટી દ્વારા ક્રિયાપ્રતિક્રિયા કરશે
આ સાથે કામને સરળ અને ઝડપી બનાવવા માટે એજન્ટિક AI સંપૂર્ણપણે નવા ડેસ્કટોપ અનુભવ લાવશે. વેસ્ટને કહ્યું, 'મને વિશ્વાસ છે કે વિન્ડોઝ અને અન્ય માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ્સના ભાવિ સંસ્કરણો મલ્ટિમોડેલિટી દ્વારા ક્રિયાપ્રતિક્રિયા કરશે. સરળ ભાષામાં, કમ્પ્યુટર આપણે જે જોઈએ છીએ, તે જોશે, અને આપણે જે સાંભળીએ છીએ, તે સાંભળશે.' તે સ્પષ્ટ છે કે, હવે કમ્પ્યુટર તમે જે કહો છો તે સીધા સમજી શકશે. બોલવા ઉપરાંત, તમે ફક્ત આંખ અથવા આંગળીના હાવભાવ દ્વારા આદેશો આપી શકશો, અને કમ્પ્યુટરને સરળતાથી ચલાવી શકશો.
આ પણ વાંચો ---- સ્ક્રિપ્ટ અપલોડ કરો અને Video તૈયાર, આ AI Tools તમને એડિટિંગની ઝંઝટમાંથી મુક્તિ અપાવશે


