Ahmedabad: ત્રણ જગ્યાઓ ઉપર યોજાઈ મોકડ્રિલ, મનપા ખાતે પણ સાયરન વગાડવામાં આવ્યું
- અમદાવાદમાં ત્રણ જગ્યાઓ ઉપર મોકડ્રિલ
- મનપા ખાતે પણ સાયરન વગાડવામાં આવ્યું
- અલર્ટ અને ઓલ ક્લિયર એમ બે રીતે વાગ્યું સાયરન
અમદાવાદમાં ત્રણ જગ્યાઓ પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલર્ટ અને ઓલ ક્લિયર એમ બે રીતે સાયરન વગાડવામાં આવી હતી. મહાનગર પાલિકા ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
પેલેડીયમ મોલ ખાતે મોકડ્રીલ યોજાઈ
તેમજ અમદાવાદના પેલેડીયમ મોલ ખાતે પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર, સ્થાનિક પોલીસ, આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કટોકડીની સ્થિતિ પહોંચી વળવા માટે તૈયારીઓની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી. મોલની અંદર લોકોને બચાવવા અને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી.
વટવા ઈન્ડસ્ટ્રીઝ ખાતે મોકડ્રીલ યોજાઈ
તેમજ અમદાવાદના વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે મોકડ્રિલ યોજાઈ હતી. ઈન્ડર્સ્ટ્રીયલ એરિયામાં એર સ્ટ્રાઈક થઈ અને તે વખતે ફાયર બ્રિગ્રેડ, સિવિલ ડિફેન્સ સહિતની તમામ એજન્સીઓ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ હતી. મોકડ્રીલ દરમ્યાન ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ અનેક લોકોને સુરક્ષિત રીતે અન્ય સ્ળથોએ ખસેડાયા હતા.