Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MockDrill : રાજ્યમાં 18 સ્થળે મોકડ્રીલ, જાણો ACS જયંતી રવિ અને DG મનોજ અગ્રવાલે શું કહ્યું ?

ગુજરાતમાં પણ 18 સ્થળે સિવિલ ડિફેન્સ અને બ્લેક આઉટ (Black Out) મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
mockdrill   રાજ્યમાં 18 સ્થળે મોકડ્રીલ  જાણો acs જયંતી રવિ અને dg મનોજ અગ્રવાલે શું કહ્યું
Advertisement
  1. દેશભરનાં 244 જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરાયું
  2. ગુજરાતમાં પણ 18 સ્થળે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું
  3. મોકડ્રીલને લઈ મહેસૂલ વિભાગનાં ACS નું નિવેદન
  4. 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલને નામ અપાયું : ACS
  5. ડિફેન્સ એન્ડ હોમગાર્ડના DG મનોજ અગ્રવાલનું નિવેદન
  6. બ્લેકઆઉટ અંગે ડ્રોન મારફતે ફીડબેક લીધો : DG

ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે યુદ્ધની સ્થિતને જોતા કેન્દ્ર સરકારનાં નિર્દેશ બાદ આજે દેશભરનાં 244 જિલ્લાઓમાં મોકડ્રીલનું (MockDrill) આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ 18 સ્થળે સિવિલ ડિફેન્સ અને બ્લેક આઉટ (Black Out) મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે મહેસૂલ વિભાગનાં ACS જયંતી રવિ (Jayanti Ravi) અને ડિફેન્સ એન્ડ હોમગાર્ડનાં DG મનોજ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો - Operation Sindoor : દ્વારકા શંકરાચાર્યજી, રમેશભાઈ ઓઝા, રાજભા ગઢવીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Advertisement

7 અલગ-અલગ પ્રકારનો અભ્યાસ કરાયો હતો : ACS જયંતી રવિ

આજે ગુજરાતમાં 18 સ્થળે મોકડ્રીલ (MockDrill) યોજાઈ હતી. આ અંગે મહેસૂલ વિભાગનાં ACS જયંતી રવિએ કહ્યું કે, 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલને નામ અપાયું છે. 7 અલગ-અલગ પ્રકારનો અભ્યાસ કરાયો હતો. જે હેઠળ સાયરન, બ્લેકઆઉટ, રેસ્ક્યુ સહિતની તાલીમ અપાઈ હતી. આપણે બધા બધી જ તૈયારીઓ માટે તૈયાર છીએ. તમામ કલેક્ટરોનાં કંટ્રોલરૂમ 24 કલાક ચાલુ રહેશે.

Advertisement

આ પણ વાંચો -Black Out MockDrill : વડોદરા-સુરતમાં 'અંધારપટ', પોલીસ વિભાગે જવાનોને આપ્યો આ આદેશ!

સાયરન કોમ્યુનિકેશન સ્કિલનો અભ્યાસ કર્યો : DG મનોજ અગ્રવાલ

ઉપરાંત, રાજ્યભરમાં યોજાયેલ મોકડ્રીલ અંગે ડિફેન્સ એન્ડ હોમગાર્ડનાં DG મનોજ અગ્રવાલે (Manoj Agarwal) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'ઓપરેશન અભ્યાસ' હેઠળ 18 જિલ્લામાં મોકડ્રીલ યોજાઈ હતી. સાયરન કોમ્યુનિકેશન સ્કિલનો અભ્યાસ કર્યો. સાથે જ બ્લેકઆઉટ અંગે ડ્રોન મારફતે ફીડબેક લીધો હતો. તેમણે કહ્યું કે, ખૂબ જ સારી રીતે નિર્ધારિત જિલ્લામાં મોકડ્રીલ યોજાઈ હતી. છેલ્લા 50 વર્ષ બાદ રાજ્યમાં સિવિલ ડિફેન્સની (Civil Defense) આ ભૂમિકા ઊભી થઇ છે.

આ પણ વાંચો - Blackout: અમદાવાદ, વડોદરા, સુરતમાં બ્લેક આઉટ મોકડ્રીલનું આયોજન, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×