Morbi Accident: હચમચાવી દે તેવી ઘટના, ટ્રેનની અડફેટે આવી જતા બે બાળકોના મોત
- હળવદમાં બાળકો સાથે રેલવે મહિલાને નડ્યો અકસ્માત.
- અકસ્માતમાં બે માસૂમ બાળકોના મોત
- મહિલા ગંભીર ઈજા, એક બાળકનો ચમત્કારિક બચાવ
Morbi Accident : રાજ્યમાં લોકો અને રેલવે તંત્રની બેદરકારીના કારણે અકસ્માતના કિસ્સાઓ ઘટતા હોય છે. ત્યારે આજરોજ મોરબીના હળવદ(Morbi Accident)માં આવો જ એક કિસ્સો સર્જાયો હતો. જેમાં રેલવે ક્રોસ કરતા દરમિયાન 2 બાળકોના મોત માતાની સામે જ મોત નિપજ્યા હતા.
રેલવે લાઇન ક્રોસ કરી રહ્યા હતા
હળવદના રણજિતગઢ અને કેદારીયા વચ્ચે રેલવે ટ્રેક પરથી ક્રોસિંગ દરમિયાન આ બનાવ બન્યો હતો. મંગુબેન બજાણીયા નામના મહિલા ત્રણ બાળકો સાથે ટ્રેક પર હતા ત્યારે અચાનક ટ્રેનની અડફેટે ચઢી ગયા હતા, અકસ્માતમાં ઘાયલ થયેલા મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, આ અકસ્માતમાં મંગુબેનના દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.
આ પણ વાંચો -VADODARA : પૂરમાં પાણી નથી ભરાયા ત્યાં વરસાદી કાંસ બનાવવા તંત્ર તત્પર બન્યું
અકસ્માતમાં બે બાળકોના મોત
જ્યારે બે બાળકોના અકસ્માતમાં મોત થયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ (Morbi Police)દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. મહિલા કોઈ કામથી રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી કે કેમ તે અંગેની તપાસ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો -VADODARA : સામુહિક દુષકર્મના આરોપીનો પોલીસ કસ્ટડીમાં જીવન ટુંકાવવાનો પ્રયાસ
મહિલાને મોરબી હોસ્પિટલ ખાતે જવાયા
જેમાં ગોપીબેન બજાણીયા (5 વર્ષ), નિકુલ બજાણીયા (3 વર્ષ)નું મોત નિપજ્યું હતું. જ્યારે માતા મંગુબેનને ઈજાઓ પહોંચી હતી. જોકે આ ઘટનામાં દોઢ વર્ષના બાળકનો બચાવ થયો હતો. ત્યારે આ ઘટનાને લઇ પોલીસ અને રેલવે તંત્ર દોડતું થયું હતુ. અને મહિલાને મોરબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.


