Morbi : હળવદમાં BJP આગેવાન જુગાર રમતા ઝડપાયા! 18 આરોપીની ધરપકડ, 2 ફરાર જાહેર
- Morbi ના હળવદમાં BJP નેતા જુગાર રમતા ઝડપાયા
- પોલીસે દરોડો પાડતા ભાજપ નેતા સહિત 18 આરોપી ઝડપાયા
- બે આરોપી ફરાર, મોરબી જિલ્લા ભાજપની મોટી કાર્યવાહી
મોરબીનાં (Morbi) હળવદમાં ભાજપનાં આગેવાન જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે દરોડો પાડીને હોટેલનાં રૂમમાં ઘોડી પાસાનો જુગાર રમતા BJP આગેવાન સહિત 18 લોકોની ધરપકડ કરી છે. જ્યારે, બે આરોપી ફરાર થતા તેમની શોધખોળ આદરી છે. આ કાર્યવાહીમાં હળવદ પોલીસે 2 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મોરબી જિલ્લા ભાજપે પણ કાર્યવાહી કરી છે.
જુગાર રમતા BJP નેતા સહિત 18 આરોપી ઝડપાયા
માહિતી અનુસાર, હળવદ પોલીસને (Halvad Police) બાતમી મળી હતી કે, કેટલાક લોકો હળવદની લેક વ્યૂ હોટેલમાં ઘોડી પાસાનો જુગાર રમી રહ્યા છે. આથી, પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 18 લોકોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, ઝડપાયેલ આરોપીઓમાં BJP ના આગેવાનો પણ સામેલ છે. આરોપીઓમાં BJP નો પૂર્વ પ્રમુખ અને હાલ ગુજરાત કિશાન મોરચાનો સભ્ય વલ્લભભાઈ ખાવડિયા અને હળવદ તાલુકા ભાજપનાં મહામંત્રી ભરત વઢરેકિયા છે. જ્યારે, ભાજપ આગેવાન નિલેશ ધનજી ગામી અને તેની સાથે પંકજ ગોઠીને ફરાર જાહેર કરાયા છે.
આ પણ વાંચો - PI વિરુદ્ધ ગુનો દાખલ પરંતુ ધરપકડ નહીં, સામાન્ય નાગરિકોના સરઘસ કાઢતી પોલીસ ક્યાં ગઇ???
પોલીસે જુગારનું સાહિત્ય સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે ઘટના સ્થળ પરથી જુગારનું સાહિત્ય સહિત રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની માહિતી અનુસાર, ઝડપાયેલ આરોપીઓમાં ભરત વઢરેકિયા, અલાઉદ્દીન ચૌહાણ, મહેબૂબ સિપાઈ, જકિર ચૌહાણ, મોસિન ચૌહાણ, ઈરફાન રાઠોડ, દીવ્યેશ જેઠલોજા, વલ્લભ પટેલ, રશિદ ચૌહાણ, ફૈયાઝ ભટ્ટી, શબ્બિર ચૌહાણ, તોહીદ ચૌહાણ, રઝાક ભટ્ટી, જાવિદ ચૌહાણ, ઇમરાન ભટ્ટી, સિરાજ કેડા, અસ્લમ ચાનિયા અને સલિમ ચૌહાણ એમ 18 આરોપી સામેલ છે. જ્યારે, નિલેશ ધનજી ગામી અને પંકજ ગોઠી નામનાં આરોપીઓને ફરાર જાહેર કરાયા છે. ભરત વઢરેકિયા, નિલેશ ગામી અને વલ્લભ સુંદરજી પટેલ હળવદ ભાજપનાં આગેવાનો છે.
આ પણ વાંચો - Gondal માં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, બેકાબૂ કારચાલકે એક્ટિવા સહિત લારીને અડફેટે લીધી
બન્ને હોદ્દેદારો BJP માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ
આ મામલો સામે આવતા મોરબી જિલ્લા ભાજપ (Morbi BJP) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટી દ્વારા હળવદ તાલુકા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને હાલ ગુજરાત કિશાન મોરચાનાં સભ્ય વલ્લભભાઈ ખાવડિયા અને હળવદ તાલુકા ભાજપનાં મહામંત્રી ભરત વઢરેકિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બન્ને હોદ્દેદારોને BJP માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad: આરોપી રિપલ પંચાલને માત્ર 24 કલાકમાં જ મળી ગયા જામીન, પોલીસે નહોતા માંગ્યા રિમાન્ડ


