Morbi : જે લોકો મત આપે તે લોકો જ કામ માટે આવી શકે : જયંતિ પડસુંબિયા
- Morbi જિલ્લા પંચાયતનાં ચેરમેનનો ઘરનો નિયમ!
- જે લોકો મત આપે તે લોકો જ કામ માટે આવી શકે : જયંતિ પડસુંબિયા
- નહીંતર કામ માટે આવવાનો અધિકાર નથી : જયંતિ પડસુંબિયા
મોરબી (Morbi) જિલ્લા પંચાયતનાં ચેરમેનનો એક વીડિયો સામે આવ્યો છે, જે પછી જાણે ભારે વિવાદ સર્જાયો છે. આ વાઇરલ વીડિયોમાં (Viral Video) મોરબી જિલ્લા પંચાયતનાં ચેરમેન જયંતિ પડસુંબિયા રોડ બનાવવા મુદ્દે સ્થાનિકોને ઉડાવ જવાબ આપતા સંભળાય છે. તેઓ કહે છે કે, જે લોકો મત આપે તે લોકો જ કામ માટે આવી શકે. મોરબી જિલ્લા પંચાયતનાં ચેરમેને જાણે ઘરનો નિયમ બનાવ્યો હોય તેવી લોકો વચ્ચે ચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચો - Ahmedabad : 'અહિંસા પરમો ધર્મ' નાં સૂત્ર એ આપણને નપુંસક બનાવ્યા : RP પટેલ
Morbi જિલ્લા પંચાયતના ચેરમેનનો ઘરનો નિયમ | Gujarat First #morbi #jayantipadsumbiya #Gujaratfirst pic.twitter.com/JS3wsn7E7h
— Gujarat First (@GujaratFirst) November 17, 2024
રોડ બનાવવા મુદ્દે સ્થાનિકોએ સવાલ કર્યા તો આપ્યો ઉડાવ જવાબ!
મોરબી જિલ્લા પંચાયતનાં (Morbi District Panchayat) ચેરમેન જયંતિ પડસુંબિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સ્થાનિકો સાથે વાતચીત કરતા સમયે ગુસ્સે થતા નજરે પડે છે. માહિતી અનુસાર, વાઇરલ વીડિયોમાં સ્થાનિકોએ રોડ બનાવવા મુદ્દે જયંતિ પડસુંબિયાનો (Jayanthi Padasumbia) ઘેરાવ કર્યો હતો. દરમિયાન, જયંતિ પડસુંબિયા લોકોને કહેતા સંભળાય છે કે, જે લોકો મત આપે તે લોકો જ કામ માટે આવી શકે નહિતર કામ માટે આવવાનો અધિકાર નથી! મત ન આપો તો રોડ માટે રાહ જોતા રહો...
આ પણ વાંચો - Valsad : મોતીવાડામાં કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ બાદ કરપીણ હત્યા કેસમાં પોલીસની લોકોને ખાસ આપીલ
'મત ન આપો તો રોડ માટે રાહ જોતા રહો...'
માહિતી અનુસાર, આ વાઇરલ વીડિયો મોરબીનાં (Morbi) વાવડી ગામે ભક્તિનગર સોસાયટીનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યાં રોડ બનાવવા મુદ્દે જિલ્લા પંચાયતનાં ચેરમેન જયંતિલાલ પડસુંબિયાએ રહીશોને ગુસ્સે થઈ ઉડાવ જવાબ આપ્યો હતો. રોડ બનાવવા મુદ્દે સ્થાનિકોએ કહ્યું કે, કામ નહિં થાય તો મત નહિં આપીએ તો મોરબી જિલ્લા પંચાયતનાં સભ્ય ગુસ્સો ભરાયા હતા. હવે સુવિધાઓ મેળવવા માટે ટેક્સ ભરવો મહત્ત્વનો કે પછી મત આપવો મહત્વનો ? લોકોમાં સવાલ થઈ રહ્યા છે. સાથે જ મોરબી જિલ્લા પંચાયતનાં ચેરમેને જાણે ઘરનો નિયમ બનાવ્યો હોય તેવી ચર્ચાઓ નાગરિકો વચ્ચે થઈ રહી છે.
આ પણ વાંચો - Rajkot : નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, જાણો કેટલા % થયું મતદાન ?


