ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Morbi પોલીસ ફરી વિવાદમાં! આરોપીઓએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું પરંતુ પોલીસે..!

પીડિતાની ફરિયાદમાં શાળા સંચાલક, કાફે માલિક અને હોમ ડેકોરનાં માલિકનું નામ સામેલ છે.
01:40 PM Feb 05, 2025 IST | Vipul Sen
પીડિતાની ફરિયાદમાં શાળા સંચાલક, કાફે માલિક અને હોમ ડેકોરનાં માલિકનું નામ સામેલ છે.
Morbi_gujarat_first
  1. Morbi પોલીસ વધુ એક વાર આવી વિવાદમાં!
  2. દુષ્કર્મ પીડિતાને ફરિયાદ લેવાને બદલે હેરાન કરાતી હોવાનો આરોપ
  3. જયદીપ ડાભી, મિતેષ ભટ્ટ, ટંકારાનાં વિજય ભાડજા સામે અરજી
  4. બર્થડે ઉજવણીમાં પીણામાં બેભાન કરવાની દવા નાખી આચર્યું દુષ્કર્મ
  5. ફરિયાદ પાછી ખેંચવા આરોપીઓ ધમકી આપતા હોવાનો આરોપ

મોરબી પોલીસ (Morbi Police) વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. ફરિયાદ લેવાને બદલે હેરાન કરતી હોવાનો આરોપ દુષ્કર્મ પીડિતાએ કર્યો છે. બર્થડે ઉજવણી દરમિયાન પીણામાં બેભાન કરવાની દવા નાખી દુષ્કર્મ આચર્યાનો આરોપ પીડિતાએ આરોપીઓ સામે કર્યો છે. ફરિયાદમાં શાળા સંચાલક, કાફે માલિક અને હોમ ડેકોરનાં માલિકનું નામ સામેલ છે. આરોપીઓએ પીડિતાને ધમકી આપી, પીડિતાની દીકરીની હત્યા કરવાની અને અરજી પાછી ખેંચવા દબાણ કર્યાનો આરોપ ફરિયાદમાં કરાયો છે. સાથે જ પોલીસે આરોપીઓની અરજીને આધારે પીડિતા સામે અટકાયતી પગલાં લીધા હોવાનો પણ આરોપ થયો છે.

આ પણ વાંચો - VADODARA : નવાયાર્ડમાં તિવ્ર દુર્ગંધ ફેલાતા પૂર્વ વિપક્ષી નેતાએ સવાલો ઉઠાવ્યા

આરોપીઓની અરજીનાં આધારે પીડિતા સામે અટકાયતી પગલાં લેવાયાનો આરોપ

માહિતી અનુસાર, રાજકોટની (Rajkot) પરિણીતા પર મોરબીમાં (Morbi) દુષ્કર્મ મામલે મોરબી પોલીસ પર પીડિતાએ ગંભીર આક્ષેપ કર્યા છે. પીડિતાએ આક્ષેપ સાથે કહ્યું કે, મોરબી પોલીસ ફરિયાદ લેવાને બદલે હેરાન કરી રહી છે. ફરિયાદનાં આધારે કાર્યવાહી કરવાને બદલે આરોપીઓની અરજીનાં આધારે પીડિતા સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા. આ મામલે પીડિતાએ મોરબી SP ને અરજી કરી છે અને પોલીસ કર્મચારીઓની કામગીરી સામે ગંભીર આરોપ કરી ન્યાયની માગ કરી છે.

આ પણ વાંચો - USA થી 205 ભારતીય ઇમિગ્રન્ટ્સની વતન વાપસી, 40 ગુજરાતીઓનો સમાવેશ; 9 તો માત્ર ગાંધીનગર જિલ્લાના

શું છે મામલો ?

પીડિતાએ પોતાની ફરિયાદમાં ટંકારાની નાસા સ્કૂલનાં સંચાલક વિજય ભાડજા, શનાળા નાઈટ લાઈફ કાફેનાં માલિક મિતેષ ભટ્ટ અને અક્ષર હોમ ડેકોરનાં માલિક જયદીપ ડાભી સામે ગંભીર આરોપ કર્યા છે. આક્ષેપ અનુસાર, પીડિતા સલૂન અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. કામ અર્થે પીડિત યુવતીનો અક્ષર હોમ ડેકોરનાં માલિક જયદીપ ડાભી સાથે સંપર્ક થયો હતો. ત્યાર બાદ સાથે ઇવેન્ટનું કામ શરૂ કર્યું હતું. દરમિયાન, પરિણીત યુવતીનો બર્થ ડે આવ્યો હોવાથી એક હોટેલમાં પાર્ટી રાખી હતી. પાર્ટી સમયે પીણામાં બેભાન કરવાની દવા નાખી આરોપીઓએ દુષ્કર્મ આચર્યું. ત્યાર બાદ અશ્લિલ વીડિયો અને ફોટા પાડી આરોપીઓએ પીડિતાને બ્લેકમેલ કરી. ફરિયાદમાં એવો પણ દાવો કરાયો છે કે, આરોપીઓએ પીડિતાને બ્લેકમેલ કરી રૂ. 15 લાખ પડાવ્યા. ફરિયાદ કરીશ તો તારી પુત્રીને મોતને ઘાટ ઉતારીશું તેવી ધમકી પણ આપી. આરોપીઓએ પરિણીતાને બદનામ કરી પતિ સાથે પણ છૂટાછેડા કરાવ્યાં હોવાનો આરોપ પીડિતાએ કર્યો છે.

આ પણ વાંચો -VADODARA : પાલિકાની કચેરી પાસેથી ખરીદેલી મીઠાઇમાં ફૂગ, ગ્રાહકમાં રોષ

Tags :
Akshar Home DecorBreaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMorbi PoliceMorbi SPNasa SchoolNews In GujaratiRAJKOT
Next Article