TAHAWWUR RANA : મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડને કોર્ટમાં રજુ કરાયો, પુછપરછનો માર્ગ ખુલ્યો
- ભારતની તપાસ એજન્સી દ્વારા સઘન પુછપરછ જારી
- આતંકી કનેક્શન, ફંડીંગ સહિતના મુદ્દે ઝીણવટભરી તપાસ
- કોર્ટે લાંબી કસ્ટડી મંજુર કરતા અંતે મોટા ખુલાસા થવાની તૈયારી
TAHAWWUR RANA IN DELHI COURT : મુંબઇમાં થયેલા 26/11 ના હુમલાના (26 - 11 MUMBAI ATTACK) કથિત માસ્ટરમાઇન્ડ અને આરોપી તહવ્વુર રાણા (TTAHAWWUR RANA) ને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના 6 જૂન, 2025 સુધીની કસ્ટડીમાં મંજુર કરી છે. તહવ્વુર રાણાને તાજેતરમાં અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ લોખંડી વ્યવસ્થા વચ્ચે તેને રાખવામાં આવ્યો છે.
વધુ સમય મળે તો આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે
આજે સુનવણી દરમિયાન કોર્ટે આદેશ જણાવયું કે, NIA એ દર 24 કલાકે રાણાની તબીબી તપાસ કરાવવાની રહેશે, અને તે દર બીજા દિવસે તેના વકીલને મળી શકે તેવી મંજુરી આપવાની રહેશે. તહવ્વુર રાણાને NIA મુખ્યાલયમાં એક હાઇ સિક્યોરીટી સેલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેમના પર 24 કલાક CCTV અને સુરક્ષા કર્મચારીઓની નજર રહે છે. NIA પૂછપરછ દરમિયાન તહવ્વુર રાણાને તેના પાકિસ્તાની હેન્ડલર્સ, નાણાંકિ સ્ત્રોતો અને શંકાસ્પદ સ્લીપર સેલના નેટવર્ક સહિતના પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીને આશંકા છે કે, તહવ્વુ રાણાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. NIA એ કોર્ટમાં પોતાનો પક્ષ મુકતા કહ્યું કે, જો તપાસ માટે વધુ સમય મળે તો આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે.
તમામને કોર્ટરૂમની બહાર રાખવામાં આવ્યા
આજે તહવ્વુર રાણાની હાજરી દરમિયાન પટિયાલા હાઉસ કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કેસ સાથે સંકળાયેલા અધિકારીઓ અને વકીલો જ કોર્ટરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તે સિવાય મીડિયા કર્મીઓ સહિત તમામને કોર્ટરૂમની બહાર રાખવામાં આવ્યા હતા. રાણાને બપોરે 2 વાગ્યા પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, દરમિયાન તેનો ચહેરો ઢાંકેલો રાખવામાં આવ્યો હતો.
ફેબ્રુઆરી 2025 માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંજૂરી આપવામાં આવી
મુંબઈ આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ હેઠળ કરવામાં આવ્યો છે. તહવ્વુર રાણા સાથે દિલ્હી પહોંચેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની ખાસ ટીમે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાણાને અમેરિકાથી ભારત લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિકારીઓમાં 1997 બેચના ઝારખંડ કેડરના IPS આશિષ બત્રા, છત્તીસગઢ કેડરના IPS અધિકારી પ્રભાત કુમાર અને ઝારખંડ કેડરના મહિલા IPS જયા રોયનો સમાવેશ થાય છે. યુએસ સુપ્રીમ કોર્ટે 2023 માં તેમના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી, આ બાદ છેક ફેબ્રુઆરી 2025 માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો --- 'પાકિસ્તાન માટે આતંકવાદ રાષ્ટ્રીય સંપત્તિ અને આતંકવાદીઓની ફેક્ટરી રાષ્ટ્રીય ઉદ્યોગ' - મુખ્તાર અબ્બાસ નકવી


