Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar : વાડીમાં સૂતા હતા પિતા-પુત્ર, મોડી રાતે તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા અજાણ્યા શખ્સો અને..!

પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ મામલે પિતા અને પુત્રની હત્યા નીપજાવી હોવાનું અનુમાન છે.
surendranagar   વાડીમાં સૂતા હતા પિતા પુત્ર  મોડી રાતે તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા અજાણ્યા શખ્સો અને
Advertisement
  1. Surendranagar માં ફરી એકવાર બની હત્યાની ઘટના
  2. થાનના મોરથળા રોડ પર પિતા-પુત્રની હત્યા
  3. મોરથળા રોડ પર આવેલી વાડીમાં ડબલ મર્ડર
  4. વાડીમાં સૂઇ રહેલા પિતા-પુત્રને ઉતાર્યા મોતને ઘાટ

સુરેન્દ્રનગર જિલ્લામાં (Surendranagar) મોડી રાતે ડબલ મર્ડરની ચકચારી ઘટના બની છે. વાડીમાં સૂઈ રહેલા પિતા-પુત્રની 3 થી 4 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકીને હત્યા કરી હતી અને પછી ત્યાંથી ફરાર થયા હતા. આ ઘટનાની જાણ થતાં લીંબડી DySP, થાન PI, PSI સહિતની ટીમે વધુ તપાસ હાથધરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ મામલે પિતા અને પુત્રની હત્યા નીપજાવી હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો - Rajkot : યુવાધનને નશાના રવાડે ચઢાવનારો રીઢો ગુનેગાર ઝડપાયો, આ લોકોને કરતો હતો સપ્લાય!

Advertisement

Advertisement

મોરથળા રોડ પર આવેલી વાડીમાં ડબલ મર્ડર

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાનાં (Surendranagar) થાન તાલુકાનાં મોરથળા રોડ (Morthala road) પર આવેલી વાડીમાં ઘુઘાભાઈ દાનાભાઈ કોળી (ઉં.60) અને તેમનો પુત્ર ભાવેશભાઈ કોળી (ઉં.27) ગત રાતે સૂવા માટે ગયા હતા. દરમિયાન, મોડી રાતે 3 થી 4 અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયારોથી પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતા-પુત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ડબર મર્ડરની (Double Murder Case) ઘટનાને અંજામ આપીને આરોપીએ ત્યાંથી ફરાર થયા હતા.

આ પણ વાંચો - VADODARA : "હું દારૂનો ધંધો કરવાનો, થાય તે કરી લેજે", કહી બુટલેગરનો હુમલો

પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાનાં પ્રાથમિક અનુમાન

આ ઘટનાની જાણ થતાં લીંબડી DySP, થાન PI, PSI સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ (Rajkot Hospital) ખાતે મોકલી પિતા-પુત્રના હત્યારાઓની શોધખોળ આદરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પ્રેમ પ્રકરણ મામલે પિતા અને પુત્રની હત્યા નિપજાવી હોવાનું અનુમાન છે. જો કે, આ હત્યાકાંડમાં હાલ તપાસ ચાલુ છે. પિતા-પુત્રનાં મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો - ભરૂચમાં કંપની દ્વારા રાત્રે ઝેરી ગેસ છોડતા લોકોને આંખ અને શ્વાસની...

Tags :
Advertisement

.

×