Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Narmada: સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનું આજે સમાપન

નર્મદામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રા (unity march) ની આજે એકતાનગરમાં પૂર્ણાહુતિ થશે. કરમસદની નીકળેલી યાત્રા આજે કેવડિયામાં પહોંચી જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પરિસરમાં શાનદાર સમાપન કાર્યક્રમ યોજવામાં આવશે.
narmada  સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનું આજે સમાપન
Advertisement
  • Narmada માં સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાની પૂર્ણાહૂતિ
  • પદયાત્રા આજે એકતાનગરમાં પહોંચી જશે
  • 11 દિવસ પહેલા કરમસદથી નીકળી હતી એકતા પદયાત્રા
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાશે ભવ્ય પૂર્ણાહૂતિ કાર્યક્રમ

Narmada માં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. કરમસદથી પ્રારંભ થયેલી એકતા પદયાત્રા આજે નર્મદા જિલ્લા (Narmada District) ના કેવડિયામાં પહોંચી જશે. જ્યાં મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. મહત્વનું છે કે, 11 દિવસ પહેલા આ યાત્રા યોજવામાં આવી હતી. 26 નવેમ્બરે સરદાર પટેલના જન્મ સ્થળ કરમસદથી શરૂ થયેલી એકતા પદયાત્રાએ મુખ્યત્વે 3 જિલ્લામાં પરિભ્રમણ કર્યું હતું. આણંદ, વડદોરા અને નર્મદા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ પછી યાત્રા આજે કેવડિયામાં પહોંચી છે.

Narmada માં એકતા પદયાત્રા (unity march) નું ભવ્ય સમાપન

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આજે બપોરે 2 વાગ્યાની આસપાસ એકતા પદયાત્રાનું ભવ્ય સમાપન થશે. ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.

Advertisement

કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયા (Mansukh Mandaviya) નું માર્ગદર્શન

કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને નેતૃત્વમાં આ યાત્રા પૂર્ણ થઈ છે. જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે જોડાયા હતા. આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થયેલી યાત્રાનું આગેવાનો અને ગ્રામજનોએ સામૈયા કરીને સ્વાગત કર્યું હતું. આ યાત્રા દરમિયાન મધ્યાહન સમયે સરદાર પટેલની ગાથાઓ રજૂ કરવામાં આવી હતી. અને દેશભરના મહાનુભાવોએ તેમના જીવનના વિવિધ પાસાઓ લોકો સમક્ષ ઉજાગર કર્યા હતા. અનેક સ્થળે રાત્રી સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો- Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે 20 વર્ષ પછી પોતાના શિક્ષકને મળ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા

Tags :
Advertisement

.

×