ગાંધીનગરમાં મહેસુલ વિભાગની નેશનલ કોન્ફરન્સ યોજાશે,વિવિધ રાજ્યોના મહેસુલ સચિવો રહેશે હાજર
- ગાંધીનગરમાં મહેસુલ વિભાગની નેશનલ કોન્ફરન્સ યોજાશે
- આગામી 3 અને 4 ઓક્ટોમ્બરના રોજ કોન્ફરન્સનું આયોજન
- ડિજિટલ ઇન્ડિયા, જમીન વ્યવસ્થાપન, આપતી વ્યવસ્થાપન પર કોન્ફરન્સ
- કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના મહેસુલ સચિવો રહેશે હાજર
- રેવન્યુ નોલેજ શેરિંગ, કેપિસિટી બિલ્ડીંગ, બેસ્ટ પ્રેક્ટિસ વિષય ચર્ચાશે
ગુજરાતની રાજધાની ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં આવતા મહિનાની 3 અને 4 ઓક્ટોબરના રોજ એક મહત્ત્વની નેશનલ કોન્ફરન્સ યોજાશે. આ બેઠક મહેસૂલ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી છે.આ કોન્ફરન્સમાં દેશના બધા રાજ્યોના મહેસૂલ સચિવો અને મોટા અધિકારીઓ ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય હેતુ દેશમાં જમીન અને મહેસૂલ સંબંધિત કામકાજને સુધારવાનો છે.
ગાંધીનગરમાં મહેસુલ વિભાગની નેશનલ કોન્ફરન્સ યોજાશે
ગાંધીનગરમાં મહેસુલ વિભાગની એક મહત્વપૂર્ણ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડર્નાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) ના લક્ષ્યોને હાંસલ કરવા માટે એક સંકલિત અને ટેક્નોલોજી-સક્ષમ રાષ્ટ્રીય રોડમેપ તૈયાર કરવાનો છે. આ બેઠકનો ખાસ હેતુ એ છે કે દેશમાં મહેસૂલ સંબંધિત કામકાજને વધુ અસરકારક અને આધુનિક બનાવવાનો છે. પરિષદમાં મુખ્યત્વે ડિજિટલ ઇન્ડિયા, જમીન વ્યવસ્થાપન,આપત્તિ વ્યવસ્થાપન,સહિતજમીનના રેકોર્ડ્સના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાશે.
ગાંધીનગરમાં મહેસુલ વિભાગની નેશનલ કોન્ફરન્સ યોજાશે
આગામી 3 અને 4 ઓક્ટોમ્બરના રોજ કોન્ફરન્સનું આયોજન
ડિજિટલ ઇન્ડિયા, જમીન વ્યવસ્થાપન, આપતી વ્યવસ્થાપન પર કોન્ફરન્સ
કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના મહેસુલ સચિવો રહેશે હાજર
રેવન્યુ નોલેજ શેરિંગ, કેપિસિટી બિલ્ડીંગ, બેસ્ટ પ્રેક્ટિસ વિષય… pic.twitter.com/zHZyzkgpYA— Gujarat First (@GujaratFirst) September 29, 2025
નેશનલ કોન્ફરન્સ માં વિવિધ રાજ્યોના મહેસુલ સચિવો રહેશે હાજર
ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સમાં બધા રાજ્યોના અધિકારીઓ તેમના અનુભવો અને ત્યાં અપનાવાયેલી સારી પદ્ધતિઓ વિશે માહિતી આપશે. આ રીતે રેવન્યુ નોલેજ શેરિંગ થશે અને મહેસૂલ વિભાગની કામ કરવાની ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવશે. આ બેઠક જનતાને જમીન સંબંધિત સેવાઓ ઝડપથી અને સરળતાથી મળી રહે તે માટેનો નવો રોડમેપ તૈયાર કરવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો: GST Reforms : જી.એસ.ટી. રિફોર્મ્સ ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવશે


