Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કટોકટી કાળમાં હેમચંદ્રભાઇ બોચરે ના માફી માંગી, ના તો શીશ ઝૂકાવ્યું

VADODARA : MISA ના કારણ કે ઘણા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અથવા પકડાઈ જવાના ડરને કારણે અંડર ગ્રાઉન્ડ થઈ ગયા
vadodara   કટોકટી કાળમાં હેમચંદ્રભાઇ બોચરે ના માફી માંગી  ના તો શીશ ઝૂકાવ્યું
Advertisement
  • કટોકટી કાળની અસર દેશ સહિત વડોદરામાં પણ પડી હતી
  • તે સમયે સંઘર્ષનો ભોગ બનનાર આજે પણ દિવસો યાદ કરે છે
  • લગભગ ચાર મહિના સુધી અમે ભૂગર્ભમાં રહ્યા હતા - હેમચંદ્રભાઇ બેચર

VADODARA : ૧૯૭૧ માં ભારતમાં રજૂ કરાયેલ આંતરિક સુરક્ષા જાળવણી કાયદા (MISA) ની સમાજ પર નોંધપાત્ર અસર પડી હતી. કારણ કે એ સમયે સરકાર દ્વારા ઘણા નેતાઓ અને વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૭૫ થી ૧૯૭૭ ના કટોકટીના સમયગાળા (EMERGENCY DAYS) દરમિયાન, જ્યારે આ કાયદાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારે હજારો આંદોલનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા, જેના કારણે માનવ અધિકાર સંગઠનો દ્વારા વ્યાપક ટીકા થઈ હતી.

તેઓ હજુ પણ તેને યાદ કરે છે

વડોદરા શહેરમાં પણ MISA ની અસર જોવા મળી હતી કારણ કે ઘણા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અથવા પકડાઈ જવાના ડરને કારણે અંડર ગ્રાઉન્ડ થઈ ગયા હતા. જે પૈકીના જેમણે તે સમય જોયો હતો અને તેની અસર અનુભવી હતી તેઓ હજુ પણ તેને યાદ કરે છે અને તેમના મનમાં કટોકટીના સમય અને MISA ની યાદો હજુ પણ તાજી છે.

Advertisement

રાજકીય દૃષ્ટિએ સક્રિય હતા

વડોદરાના ભૂતપૂર્વ મેયર હેમચંદ્રભાઇ બોચરે હાલમાં તબિયતના કારણે પથારીવશ છે અને સંઘર્ષના દિવસો યાદ કર્યા અને હજુ પણ તે સમય યાદ કરે છે જ્યારે તેમણે અને તેમના સાથીઓએ MISA ની અસરો અનુભવી હતી. હેમચંદ્રભાઇ બોચરેએ ઇમર્જન્સી વખતના પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા જણાવ્યું કે, તે સમય દરમિયાન હું કોઈ રાજકીય પક્ષ સાથે સીધા સંકળાયેલા ન હતાં, પરંતુ મારા પરિવારના સંબંધો એવા હતા, જે રાજકીય દૃષ્ટિએ સક્રિય હતા. કેટલીકવાર, હું તેમના કાર્યક્રમોમાં હાજરી આપતો હતો, અને એ સમયની ઘટનાઓની સાથે એકદમ સંલગ્ન થઈ ગયો હતો.

Advertisement

પરિસ્થિતિ એવી જ ભમરાઈ રહી

જ્યારે આ સમગ્ર કિસ્સો શરૂ થયો, ત્યારે આરંભમાં મારી સાથે બહુ ઓછા લોકો હતા. લગભગ ચાર મહિના સુધી અમે ભૂગર્ભમાં રહ્યા હતા. પાંચ-છ મહિના સુધી અમે બહાર રહ્યા અને તેમ છતાં પરિસ્થિતિ એવી જ ભમરાઈ રહી. પરંતુ, સમય સાથે, પરિસ્થિતિ ધીમે ધીમે સ્થિર થતી ગઈ અને અમારું મુખ્ય ધ્યાન કાર્યકર્તાઓની સુરક્ષા અને સંચાલન પર કેન્દ્રિત થઈ ગયું.

તો અમારી ૨૦ માંગણીઓને છોડીશું

બાદમાં કેશુભાઈ પટેલ સાથે અમદાવાદમાં મુલાકાત થઈ. તેમણે અમને સલાહ આપી કે, “જો લાગે કે સમય અનુકૂળ છે, તો તમારી રીતે નિર્ણય લઈ લેજો.” અમે તેમ જ કર્યું. વડોદરાથી અમારી ધરપકડ કરવામાં આવ્યા અને તે સમયે જેલમાં મારી સાથે અક્ષય દેસાઈ, શંકરસિંહ વાઘેલા, અશોક ભટ્ટ, ચીમનભાઈ શુક્લ, સુર્યકાંતભાઈ આચાર્ય, ઓમપ્રકાશ અગ્રવાલ, નલિન ભટ્ટ, રમેશભાઈ સહિતના ઘણા યુવા સાથીઓ જોડાયા હતા. અમે સ્પષ્ટ રીતે નક્કી કર્યું હતું – "અમે ન તો આપત્તકાલનું વિરોધ કરવાનું છોડશું, ન તો અમારી ૨૦ માંગણીઓને છોડીશું. પરંતુ અમે માફી માગવા માટે તૈયાર નથી."

અંતે, ઘણા લોકો સંઘ તરફથી જોડાયા

લગભગ 11 મહિના જેટલું વડોદરા અને ભાવનગરની જેલમાં રહ્યા છતાં પણ પરિસ્થિતિ અતિચિંતાજનક રહી. શાંતિથી બેસવું અત્યંત મુશ્કેલ હતું. અંતે, ઘણા લોકો સંઘ તરફથી જોડાયા. અમે બધા ભેગા મળી નિર્ણાયક મુદ્દાઓનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો પ્રયાસ કરતા રહ્યા. તેમ છતાં, અમે ક્યારેય માફી માંગવાની રણનીતિ સ્વીકારી નહતી.

આ પણ વાંચો --- VADODARA : રોડ પરના ખાડામાં પડતા રીક્ષા પલટી, ચાલકનું મોત

Tags :
Advertisement

.

×