Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Earthquake : એક-બે નહીં, ચાર વખત ધ્રુજી ઉઠી ઉત્તર ભારતની ધરતી

દિલ્હી ( Delhi) અને NCR સહિત દેશના વિવિધ ભાગોમાં ભૂકંપ (earthquake)ના આંચકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપ એક-બે વાર નહીં, ચાર વાર આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું કહેવાય છે, જ્યાં પણ તબાહી થઈ છે. નેપાળની તસવીરો...
earthquake   એક બે નહીં  ચાર વખત ધ્રુજી ઉઠી ઉત્તર ભારતની ધરતી
Advertisement
દિલ્હી ( Delhi) અને NCR સહિત દેશના વિવિધ ભાગોમાં ભૂકંપ (earthquake)ના આંચકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપ એક-બે વાર નહીં, ચાર વાર આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું કહેવાય છે, જ્યાં પણ તબાહી થઈ છે. નેપાળની તસવીરો દર્શાવે છે કે અહીંના મકાનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળના બઝાંગ જિલ્લામાં હતું અને અહીંથી જે દ્રશ્યો આવ્યા છે તે જોઈને અંદાજ લગાવી શકાય છે કે કયા સ્તરે નુકસાન થયું છે.
ચાર વાર ભૂકંપ આવ્યો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે પહેલો ભૂકંપ સવારે 11.6 વાગ્યે, બીજો 1.18 વાગ્યે, ત્રીજો 2.25 વાગ્યે અને ચોથો ભૂકંપ બપોરે 2.51 વાગ્યે આવ્યો હતો. પ્રથમ ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં સોનીપત હતું અને તેની તીવ્રતા 2.7 હતી. ભૂકંપનું બીજું કેન્દ્ર આસામમાં કાર્બી આંગલોંગ હતું અને તેની તીવ્રતા 3.0 હતી. ત્રીજા ભૂકંપની તીવ્રતા 4.6 હતી અને સૌથી ખતરનાક ચોથો ભૂકંપ હતો, જેની તીવ્રતા 6.2 હતી.

નેપાળમાં આવી અસર
બે ભૂકંપનું કેન્દ્ર નેપાળનો બઝાંગ જિલ્લો હોવાનું જાણવા મળ્યું છે. બઝાંગમાં પહેલો ભૂકંપ 5.3ની તીવ્રતાનો હતો જે બપોરે 2.45 વાગ્યે આવ્યો હતો. આ પછી બીજો આંચકો બપોરે 3.06 વાગ્યે આવ્યો, જેનું કેન્દ્ર બજંગના ચૈનપુરમાં હતું. આ ભૂકંપની તીવ્રતા 6.2 હતી. બજંગ જિલ્લામાં ભૂકંપની અસર ઉત્તરાખંડથી લઈને દિલ્હી સુધી જોવા મળી હતી. બઝાંગ જિલ્લો કાઠમંડુથી લગભગ 450 કિમીના અંતરે છે. કેનાલી, કંચનપુર અને લુમ્બિની સહિત નેપાળના અન્ય ઘણા જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી.
ભારતમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી
નોંધનીય છે કે ભારતમાં દિલ્હી-એનસીઆર, ચંદીગઢ, જયપુર અને લખનૌ વગેરે જિલ્લાઓ સહિત ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દેહરાદૂન, હરિદ્વાર સહિત ઉત્તરાખંડમાં અનેક જગ્યાએ ભૂકંપની અસર થઈ છે. આ પછી પોતપોતાની ઓફિસ અને ઊંચી ઈમારતોમાં હાજર લોકો તરત જ નીચે આવી ગયા. લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને તેના કારણે લોકો વહેલા પરત ફરવા માટે અચકાતા હતા. લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.જો કે ભારતમાં ક્યાંય પણ જાનહાની કે સંપત્તિના નુકસાનના અહેવાલ નથી.
Advertisement
Tags :
Advertisement

.

×