Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી

Gujarat: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની અલગ જ રીતે ઉજવણી કરવામાં આવે છે. ભગવાન રાજા રણછોડને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવે છે ત્યારબાદ મંદિર દ્વારા આમંત્રણ આપેલા 80 જેટલા ગામના લોકો આ અન્નકૂટ લૂંટતા હોય છે. સ્વભાવિક રીતે નવા વર્ષના પહેલા દિવસે અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ અન્નકૂટ ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે
gujarat  સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી
Advertisement
  • રણછોડજી સન્મુખ પીરસાઈ 56 ભોગ વાનગીઓ
  • કુલ 151 મણ વાનગીઓ પીસરસવામાં આવી
  • 80 ગામોમાંથી આવ્યા લૂંટ કરવા ભક્તો

Gujarat: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની અલગ જ રીતે ઉજવણી કરવામાં આવે છે. ભગવાન રાજા રણછોડને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવે છે ત્યારબાદ મંદિર દ્વારા આમંત્રણ આપેલા 80 જેટલા ગામના લોકો આ અન્નકૂટ લૂંટતા હોય છે.

યાત્રાધામ ડાકોરમાં 151 મણનો અન્નકૂટ

સ્વભાવિક રીતે નવા વર્ષના પહેલા દિવસે અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ અન્નકૂટ ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. પરંતુ યાત્રાધામ ડાકોરમાં 151 મણનો અન્નકૂટ ભગવાન સામે ધરાવામાં આવે છે અને તેને લૂંટવાનું આમંત્રણ આપવામાં આવે છે. વર્ષોથી ચાલતી આવતી આ પ્રથામાં આજે વહેલી સવારે ભગવાન રાજા રણછોડની મંગળા આરતી બાદ ભગવાનનું કેસર સ્નાન કરાવવામાં આવ્યું ત્યારબાદ ભગવાનને શણગાર કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

Shri Ranchhodraiji arrived in Dakor on Kartak Sud Purnima 869 years since wonderful moment

80 જેટલા ગામના લોકોને આ અન્નકૂટ પ્રસાદી લૂંટવા માટેનું આમંત્રણ

બપોરના સમયે ભગવાનનું મંદિર બંધ કરી અંદરના ભાગે ભગવાનના સન્મુખ સેવકો દ્વારા અન્નકૂટ પીરસવામાં આવ્યો આ અન્નકૂટની સામગ્રીની વાત કરીએ તો બુંદી ભાત અને અલગ અલગ અનેક મીઠાઈઓ સાથે સાથે ભગવાનને ધરાવામાં આવતો જે રાજભોગ છે તે પીરસવામાં આવે છે. અગાઉથી જ મંદિર દ્વારા આજુબાજુના 80 જેટલા ગામના લોકોને આ અન્નકૂટ પ્રસાદી લૂંટવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે. તો આજના દિવસે આજુબાજુના 80 જેટલા ગામના લોકો પોતાનો હક સમજી આ અન્નકૂટ હોશે હોશે લૂંટી જતા હોય છે અને પોતાના સ્વજનોને પ્રસાદી સ્વરૂપે મોકલતા હોય છે. આ અન્નકૂટ ઉત્સવ આમ તો નવા વર્ષના પહેલા દિવસે હોય છે પરંતુ આજે પડતર દિવસ હોય નક્ષત્ર મળતું હોય માટે આજે આ અન્નકૂટ ઉત્સવ ડાકોર મંદિરમાં ઉજવવામાં આવ્યો છે.

kheda

મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તો પ્રસાદી લૂંટવા આવે છે

સમગ્ર પ્રથામાં સૌપ્રથમ ભગવાનની સમક્ષ ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ અન્નકૂટ પીરસી અને મંદિરના જે મુખ્ય દ્વાર હોય છે તે ખોલી દેવામાં આવતા હોય છે. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ બહાર ઉભેલા પ્રસાદ લૂંટવા આવેલા લોકો અન્નકૂટ પ્રસાદી લૂંટી અને પોતાના ઘરે જતા જતા બહાર ઉભેલા ભક્તોને પ્રસાદી આપતા હોય છે.

આ પણ વાંચો: Diwali દરમિયાન સમગ્ર રાજ્યમાં 108 ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર વધારો

Tags :
Advertisement

.

×