આપણી સંસ્કૃતિ સાથે સીદી સૈયદની જાળીને લેવાદેવા નથી: નીતિન પટેલ
- સીદી સૈયદની જાળી અંગે નીતિન પટેલના નિવેદનથી હોબાળો
- "કોંગ્રેસના સમયમાં સીદી સૈયદની જાળી ભેટસ્વરૂપે અપાતી"
- કોંગ્રેસ પર પ્રહાર કરવા જતા નીતિન પટેલના ચર્ચાસ્પદ બોલ
- હવે સરદાર પટેલની પ્રતિમા ભેટસ્વરૂપે અપાય છેઃ નીતિન પટેલ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સીદી સૌયદની જાળીને લઈને નિવેદન આપવામાં આવ્યું છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે.
મહેસાણાના કડી ખાતે 72 કડવા પાટીદાર ચુંવાળ સમાજના સમૂહલગ્ન યોજાયા હતા. જે કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કરતા જણાવ્યું કે, પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે બહારથી આવનાર મહેમાનોને સીદી સૈયદની જાળી ભેટમાં આપવામાં આવતી હતી. હવે પેલી જાળી જે અમદાવાદમાં છેને ઈતિહાસમાં અને ચોપડીઓમાં તમે જોયું હશે આખા ગુજરાતને કંઈ લેવા-દેવા નહીં, ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા-દેવા નહીં, આપણા સનાતન ધર્મને એની જોડે લેવા-દેવા નહીં પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ સીદી સૈયદની જાળી ભેટ આપતા હતા. હવે એ બધું બંધ થઈ ગયું છે, આપણા વડાપ્રધાનએ જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઉંચામાં ઉંચી પ્રતિમા બનાવી ને જે સન્માન આપ્યું એટલે હવે આપણે બધાએ હજારો સમારોહમાં જઈએ છીએ, હું હોય કે ગોરધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ચર્ચાસ્પદ નિવેદન
સીદી સૈયદની જાળી અંગે નીતિન પટેલનું વિચિત્ર નિવેદન
"કોંગ્રેસના સમયમાં સીદી સૈયદની જાળી ભેટસ્વરૂપે અપાતી"
કોંગ્રેસ પર પ્રહાર કરવા જતા નીતિન પટેલના ચર્ચાસ્પદ બોલ
"આપણી સંસ્કૃતિ સાથે સીદી સૈયદની જાળીને લેવાદેવા નથી"… pic.twitter.com/Hd28zJfML6— Gujarat First (@GujaratFirst) February 17, 2025
PM મોદીએ સરદાર પટેલની દુનિયાભરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી: નીતિન પટેલ
પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ સીદી સૈયદની જાળી એમને ભેટ આપતા હતા અને હવે એ બધું બદલાઈ ગયું આપણા વડાપ્રધાને સરદાર પટેલની દુનિયાભરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી એમને સન્માન આપ્યું. અમે હજારો સંમેલનમાં જઈએ છીએ હું હોવ કે અન્ય કોઈ નેતા બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા ભેટ આપે છે. અમને ગૌરવ થાય છે એ પ્રતિમા ખાલી દેખાવ પુરતી નથી. એમાંથી શીખવાનું છે આપણે સમાજની એકતા રાખવાની છે, ગુજરાતનું સંગઠન કરવાનું છે. નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે 'સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ' અને સૌનો પ્રયાસ' એ પ્રમાણે આપણે બધા એક થઈએ.


