Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારમાં નીતિશ કુમારની જ 'સરકાર'! આવતીકાલે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

બિહારમાં NDA ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમાર સર્વાનુમતે ચૂંટાયા છે અને આવતીકાલે તેઓ 10મી વખત મુખ્યમંત્રી પદે શપથ લેશે. ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ જ નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો, જેઓ ફરીથી નાયબ મુખ્યમંત્રી બનશે. સમ્રાટ ચૌધરીને ભાજપ ધારાસભ્ય દળના નેતા જ્યારે વિજય કુમાર સિંહાને ઉપનેતા ચૂંટાયા. આ નિર્ણયથી બિહારમાં ફરી NDA સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે.
બિહારમાં નીતિશ કુમારની જ  સરકાર   આવતીકાલે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
Advertisement
  • Nitish Kumar Swearing-in : બિહારમાં ફરી એકવાર નીતિશ કુમારની જ 'સરકાર'!
  • NDA વિધાયક દળના નેતા ચૂંટાયા નીતિશ કુમાર
  • કાલે 10મી વાર મુખ્યમંત્રી પદે શપથ લેશે નીતિશ કુમાર
  • ભાજપ વિધાયક દળના નેતા ચૂંટાયા સમ્રાટ ચૌધરી
  • સમ્રાટ ચૌધરી ફરી એકવાર બનશે નાયબ મુખ્યમંત્રી
  • નીતિશ કુમાર જ અમારી સરકારના નેતાઃ ચિરાગ પાસવાન

બિહારમાં સત્તાની દોર ફરી એકવાર જનતા દળ યુનાઇટેડ (JDU)ના અધ્યક્ષ નીતિશ કુમારના (Nitish Kumar)  હાથમાં આવી ગઈ છે. આજે યોજાયેલી NDAના ધારાસભ્ય દળની બેઠકમાં તેમને સર્વાનુમતે નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ નિર્ણય સાથે, નીતિશ કુમાર આવતીકાલે, 20 નવેમ્બરના રોજ બિહારના મુખ્યમંત્રી તરીકે દસમી વખત શપથ લેવા માટે તૈયાર છે.

Nitish Kumar Swearing-in: NDA વિધાયક દળના નેતા ચૂંટાયા નીતિશ કુમાર

બેઠકમાં નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ ભાજપના નેતા અને ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જ મૂક્યો હતો, જેને ગઠબંધનના તમામ ધારાસભ્યોએ બહુમતીથી સમર્થન આપ્યું હતું. નીતિશ કુમારની નેતૃત્વ ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કરતા લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ સ્પષ્ટ કર્યું કે, "નીતિશ કુમાર જ અમારી સરકારના નેતા છે."

Advertisement

Advertisement

Nitish Kumar Swearing-in:   ભાજપ વિધાયક દળના નેતા ચૂંટાયા સમ્રાટ ચૌધરી

આ અગાઉ, ભાજપ દ્વારા આંતરિક બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા હતા. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા, જ્યારે વિજય કુમાર સિંહાને ઉપનેતા તરીકે યથાવત રાખવામાં આવ્યા હતા. સમ્રાટ ચૌધરી ફરી એકવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળશે.

ભાજપના નેતાઓની આ સર્વાનુમતે ચૂંટણીએ નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર મહોર લગાવી દીધી છે. NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ, નીતિશ કુમાર ટૂંક સમયમાં ગઠબંધનના નેતાઓ સાથે રાજ્યપાલને મળશે અને સત્તાવાર રીતે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે, ૨૦ નવેમ્બરના રોજ, ગાંધી મેદાનમાં યોજાશે. બિહારની રાજનીતિમાં નીતિશ કુમારનો દબદબો ફરી એકવાર સ્થાપિત થયો છે.

આ પણ વાંચો:  કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ચૂંટણી પંચ વિરોધી વલણ સામે ખુલ્લો પત્ર, અગ્રણીઓ મેદાને

Tags :
Advertisement

.

×