પુત્રી સાથે ગંદી હરકત કરનારની NRI પિતાએ કરી હત્યા, વીડિયો બનાવી પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
- આંધ્રપ્રદેશનો વ્યક્તિ પત્ની સાથે કુવૈતમાં કરે છે નોકરી
- 12 વર્ષની પુત્રીને તેની માસીના ઘરે રાખવામાં આવી હતી
- માસીના સસરાએ જ કિશોરી સાથે ગંદી હરકત કરી હતી
તિરુપતિ : આંધ્રપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ક્રોધિત પિતાએ કુવૈતથી આવીને એક વ્યક્તિની હત્યા કરી દીધી. મૃત્યુ પામેલા વ્યક્તિએ આરોપીની 12 વર્ષની પુત્રી સાથે ગંદી હરકત કરી હતી. મામલો ત્યારે ખુલ્યો જ્યારે ગુરૂવારે કુવૈતથી એક સેલ્ફી વીડિયો સામે આવ્યો. આ વીડિયોમાં વ્યક્તિએ પોતે સ્વિકાર કર્યો કે, તેની પુત્રી સાથે છેડછાડ કરનારા વ્યક્તિની તેણે હત્યા કરી નાખી છે. તેના માટે તે કુવૈતની નોકરી છોડીને આવ્યો હતો. તેણે પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.
શખ્સ કુવૈતમાં મજુરી કરતો હતો. તે આંધ્રપ્રદેશના અન્નામય્યા જિલ્લાની ઓબુલવારીપલ્લી પાસે પોતાના પૈતૃત ગામમાં આવ્યો હતો. તેનો દાવો છે કે, તેની પુત્રીને પરેશાન કરનારો વ્યક્તિ તેણે 7 ડિસેમ્બરે હત્યા કરી દીધી. હત્યા બાદ તેઓ પરત કુવૈત જતો રહ્યો હતો.
આ પણ વાંચો : 'મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના' કોને મળશે લાભ અને કોણ રહેશે દાયરા બહાર?
માસીના સસરાએ કરી ગંદી હરકત
વીડિયોમાં વ્યક્તિએ કહ્યું કે, તેની પત્ની અને તે બંન્ને કુવૈતમાં કામ કરે છે. તેણે પોતાની કિશોર પુત્રીને તેની માસી અને માસા પાસે રાખી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, શરૂઆતમાં બધુ જ બરોબર હતો, જો કે હાલમાં જ બાળકીને માસીના સસરાએ તેની પુત્રી સાથે છેડતી કરી હતી.
પુત્રી સાથે ગંદી હરકત પર આવ્યો ગુસ્સો
એનઆરઆઇએ વીડિયોમાં કહ્યું કે, જ્યારે મારી પુત્રીએ વિરોધ કર્યો તો તેણે તેનું મોઢુ બંધ કરવાનો પ્રયાસ કર્યો જો કે કોઇ પણ પ્રકારે તેણે બુમાબુમ કરી હતી. મારી પત્નીની બહેન રૂમમાં પહોંચી અને તેને બચાવી લીધી હતી. જો કે પરિવારે કથિત રીતે કિશોર પુત્રીને ધમકાવીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો. જો કે યુવતીએ હાલમાં જ પોતાની માતા સાથે મુલાકાત દરમિયાન સમગ્ર વાત કરી.
આ પણ વાંચો : IPS પરીક્ષિતા રાઠોડને સોંપાયો CID Crime નો ચાર્જ, BZ સહિત બે પોંઝી સ્કીમ મામલે કરશે તપાસ
પોલીસે કાર્યવાહી ન કરી
વીડિયોમાં તેણે આક્ષેપ કર્યો કે, મે અને મારી પત્નીએ પહેલા કાયદાની મદદ લેવાનો પ્રયાસ કર્યો. મે પોતાની પત્નીને પોલીસ સ્ટેશન જવા માટે કહ્યું અને તેણે ફરિયાદ દાખલ કરાવી. પોલીસે છેડતી કરનારા વ્યક્તિ અને મારી પત્નીની બહેનને બોલાવ્યા પરંતુ કોઇ કાર્યવાહી કર્યા વગર જ માત્ર તેમની ઝાટકણી કાઢીને તેમને પરત મોકલી દીધા હતા.
બાળકીની માતાને પણ પોલીસે ધમકાવી
જ્યારે મારી પત્ની ફરી એકવાર પોલીસ સ્ટેશન ગઇ તો તે વ્યક્તિ અને તેના પરિવાર અંગે ફરિયાદ કરી, તો પોલીસે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી. એટલે સુધી કે કોઇ એક્શન લેવાના બદલે મારી જ પત્ની વિરુદ્ધ કેસ દાખલ કરવાની ધમકી આપી. તેમણે કહ્યું કે, તે આરોપીની વિરુદ્ધ કાયદેસર રીતે લગવા માંગતા હતા પરંતુ પોલીસની નિષ્ક્રિયતાને કારણે તેને કાયદો હાથમાં લેવાની ફરજ પડી. વીડિયોમાં તેણે આત્મસમર્પણની ઇચ્છા પણ વ્યક્ત કરી.
આ પણ વાંચો : અલ્લુ અર્જુનની ધરપકડથી દુખી રશ્મિકા મંદાનાએ આપ્યું ચોંકાવનારું નિવેદન
પોલીસે સ્પષ્ટતા કરી
પોલીસ વડા પી.મહેશે આરોપોનું ખંડન કર્યું અને કહ્યું કે, યુવતીની માતાએ કોઇ ફરિયાદ નોંધાવી નથી. અધિકારીએ દાવો કર્યો કે, કિશોરીની માતા અને તેની બહેન વચ્ચે પારિવારિક વિવાદ છે. હત્યા પાછળ ગુનાહિત કાવતરું છે અને યુવતીના પિતા ઉપરાંત તેના પરિવારના અન્ય લોકો પણ હત્યામાં સંડોવાયેલા છે. અમે તમમા તથ્યોને ટુંક જ સમયમાં સામે લાવીશું. કિશોરીના પિતા આ પ્રકારે વીડિયો બનાવી લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને પુછવું જોઇએ કે તમારો ઇરાદો આત્મસમર્પણનો હતો તો તમે કુવૈત પરત કેમ ફર્યા?
આ પણ વાંચો : Allu Arjun ના જામીન મંજૂર કરનારા મહિલા ન્યાયાધીશ કોણ છે? જાણો


