Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓલિમ્પિક મેડલિસ્ટ p.v.sindhu બનશે દુલ્હન, આ તારીખે લેશે સાત ફેરા

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી બનશે દુલ્હન 22 ડિસેમ્બર 2024ના રોજ ઉદયપુરમાં સાત ફેરા લેશે. પીવી સિંધુ વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કરશે P.V.sindhu marriage:ભારતની સ્ટાર બેડમિન્ટન (Badminton Player)ખેલાડી P.V.sindhuએ તાજેતરમાં સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતીને લાંબા સમય બાદ...
ઓલિમ્પિક મેડલિસ્ટ p v sindhu બનશે દુલ્હન  આ તારીખે લેશે સાત ફેરા
Advertisement
  • ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી બનશે દુલ્હન
  • 22 ડિસેમ્બર 2024ના રોજ ઉદયપુરમાં સાત ફેરા લેશે.
  • પીવી સિંધુ વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કરશે

P.V.sindhu marriage:ભારતની સ્ટાર બેડમિન્ટન (Badminton Player)ખેલાડી P.V.sindhuએ તાજેતરમાં સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતીને લાંબા સમય બાદ ટ્રોફીના દુષ્કાળનો અંત લાવી દીધો હતો. 29 વર્ષની સિંધુ હવે દુલ્હન (sindhu wedding)બનવા માટે તૈયાર છે. તે 22 ડિસેમ્બર 2024ના રોજ ઉદયપુરમાં સાત ફેરા લેશે. સિંધુ હૈદરાબાદ સ્થિત વેંકટ દત્તા સાઈ (Venkata Datta Sai)સાથે લગ્ન કરશે, જે પોસીડેક્સ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. પિતા પીવી રમનાએ તેમના લગ્ન (marriage)વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.

Advertisement

20 ડિસેમ્બરથી લગ્નના કાર્યક્રમો શરૂ થશે

P.V.sindhuના પિતા પીવી રમનાએ પીટીઆઈને જણાવ્યું કે બંને પરિવાર એકબીજાને ઓળખતા હતા પરંતુ એક મહિના પહેલા જ બધું નક્કી થઈ ગયું હતું. આ એકમાત્ર સંભવિત સમય હતો કારણ કે તેનું (સિંધુનું) શેડ્યૂલ જાન્યુઆરીથી ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. એટલા માટે બંને પરિવારોએ 22 ડિસેમ્બરે લગ્ન સમારોહનું આયોજન કરવાનું નક્કી કર્યું. રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાશે. તે ટૂંક સમયમાં તેની તાલીમ શરૂ કરશે કારણ કે આગામી સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. 20 ડિસેમ્બરથી લગ્ન સંબંધિત કાર્યક્રમો શરૂ થશે.

Advertisement

આ પણ  વાંચો - Border-Gavaskar Trophy : બીજી ટેસ્ટ મેચ ક્યારે શરૂ થશે, ક્યાં અને કેવી રીતે જોવી ? જાણો અહીં

સિંધુ લયમાં પરત ફરી હતી

P.V.sindhu છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહી હતી અને ઓલિમ્પિકમાં પણ તે કંઈ ખાસ બતાવી શકી નહોતી. પરંતુ હવે સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતીને તેણે પોતાની ગતિ પાછી મેળવી લીધી છે અને આવનારા સમયમાં તેણે ઘણી મોટી ટૂર્નામેન્ટ રમવાની છે, જેમાં ભારતીયો તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં પણ બે ગોલ્ડ મેડલ જીત્યા છે.

આ પણ  વાંચો -ASIA CUP 2024 : ભારતનો પાકિસ્તાન સામે શરમજનક પરાજય

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 5 મેડલ જીત્યા છે

P.V.sindhu ને ભારતની સૌથી સુપ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડીઓમાંની એક ગણવામાં આવે છે, જેણે 2019માં ગોલ્ડ સહિત વિશ્વ ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ જીત્યા હતા. આ સિવાય તેણે ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. આ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડીએ રિયો 2016 અને ટોક્યો 2020માં સતત ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે ચોથી ભારતીય ખેલાડી છે. તેમના સિવાય મનુ ભાકર, સુશીલ કુમાર અને નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. સિંધુએ 2017માં કારકિર્દીની સર્વશ્રેષ્ઠ વિશ્વ રેન્કિંગ બીજા નંબરે હાંસલ કરી હતી.

Tags :
Advertisement

.

×