Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Police નો ખેલ, સ્યૂસાઈડ નોટ ગાયબ કરી દીધી?

રાજકોટના જેરામભાઈ કુંડારીયા (Jeram Kundariya Rajkot) એ કરેલા આપઘાતના પ્રયાસની ઘટનામાં મોટા માથાઓના નામ કથિત સ્યૂસાઈડ નોટ (Suicide Note) માં સામે આવતા પોલીસ ખૂલાસાઓ કરવામાં લાગી ગઈ છે. સ્યૂસાઈડ નોટમાં દર્શાવાયેલા નામો પૈકી ફરિયાદમાં બે નામ ગાયબ છે. ભાજપના મોરબીના...
rajkot police નો ખેલ  સ્યૂસાઈડ નોટ ગાયબ કરી દીધી
Advertisement

રાજકોટના જેરામભાઈ કુંડારીયા (Jeram Kundariya Rajkot) એ કરેલા આપઘાતના પ્રયાસની ઘટનામાં મોટા માથાઓના નામ કથિત સ્યૂસાઈડ નોટ (Suicide Note) માં સામે આવતા પોલીસ ખૂલાસાઓ કરવામાં લાગી ગઈ છે. સ્યૂસાઈડ નોટમાં દર્શાવાયેલા નામો પૈકી ફરિયાદમાં બે નામ ગાયબ છે. ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (Morbi MLA Kantilal Amrutiya) અને રાજકોટના વસંત તુરખીયા (Vasant Turakhiya) ના નામ FIR માંથી કેવી રીતે ગુમ થઈ ગયા છે એ સૌરાષ્ટ્રભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્રણ પાનાની સ્યૂસાઈડ નોટની સામે પોલીસે એક પાનાની ફરિયાદ નોંધી છે. રાજકોટ પોલીસ કમિશનર (Police Commissioner Rajkot) સહિતના અધિકારીઓની કાર્ય પદ્ધતિ ભૂતકાળમાં અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર સ્યૂસાઈડ નોટ વાઈરલ થતાં રાજકોટ પોલીસના બદઈરાદાઓ છતાં થઈ ગયા છે.


IPS ના ઈશારે ઘરમાં સર્ચ ના થયું ?
70 વર્ષીય બિલ્ડરે કરેલા આપઘાતના પ્રયાસ બાદ પોલીસે કરેલી કાર્યવાહી અને નોંધેલી ફરિયાદ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. ગત 6 એપ્રિલના રોજ રાજકોટ કાલાવડ રોડ પર રોયલ પાર્ક-3 સનસાઈટ બિલ્ડીંગમાં આવેલા નિવાસ સ્થાને જેરામભાઈએ ઊંઘની ગોળીઓ ખાઈ લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બાબતની જાણકારી ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન (Gandhigram-2 Police Station) ને મળતા પોલીસ તુરંત ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. ઘટનાના બાર કલાકમાં જ એક પાનાની FIR પોલીસે નોંધી દીધી. જેરામભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો ત્યારબાદ તેઓ કલાકો સુધી બેહોશ હાલતમાં હતા તો પોલીસે તેમના ઘરમાં સર્ચ કર્યું હતું કે નહીં ? આ મામલે રાજકોટ પોલીસના અધિકારીઓના મોં સિવાઈ ગયા છે. રાજકોટ પોલીસ (Rajkot Police) સ્યૂસાઈડ નોટથી વાકેફ હતી, પરંતુ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને રાજકોટના કહેવાતા વહીવટદાર વસંત તુરખીયાને મામલાથી દૂર રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીએ લીલીઝંડી આપી દીધી હતી. પોલીસે ફરિયાદીના ડીડીના આધારે પોલીસે ફરિયાદ નોંધી હોવાનો દાવો થઈ રહ્યો છે. મોટા માથાઓને બચાવી લેવા IPS ના ઈશારે સમગ્ર મામલો વ્યાજખોરી અને ધોલેરા જમીનના વિવાદ (Dholera Land Dispute) માં મર્યાદિત કરી દેવાયો છે.

Advertisement

Advertisement

પોલીસે પરિવારને ધમકાવ્યાનો આરોપ
જેરામભાઈ કુંડારીયાએ લખેલી કથિત સ્યૂસાઈડ નોટ પોલીસે ગાયબ કરી દીધી હોવાની ચર્ચાઓ ઊઠી છે. આપઘાતના પ્રયાસની ઘટના બાદ રાજકોટ પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે લેવાના બદલે કુંડારીયા પરિવારને ધમકાવ્યો હોવાની વાત સામે આવી છે. સ્યૂસાઈડ નોટના પગલે કુંડારીયા પરિવાર તકલીફમાં મુકાઈ જશે તેવી આડકતરી ધમકીઓ આપી કાંતિ અમૃતિયા અને વસંત તુરખીયાના નામો ગાયબ કરી દેવામાં પોલીસ સફળ રહી છે.

ફરિયાદ આધારે તપાસ થતી હોવાનું રટણ
સ્યૂસાઈડ નોટને બાજુએ કરી દઈ મરણોન્મુખ નિવેદનના આધારે ગુનો નોંધનારી રાજકોટ પોલીસ તપાસ ચાલી રહી હોવાનું એક જ રટણ કરે છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી સ્યૂસાઈડ નોટ ક્યાં છે અને કોની પાસે છે તે તપાસ કરવાના બદલે પોલીસ આક્ષેપિતોને બચાવવામાં વધુ સક્રિય જોવા મળી છે. બુધવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજકોટ પોલીસે સ્યૂસાઈડ નોટ અને તેમાંથી ગાયબ થયેલા નામને લઈને થયેલા પ્રશ્નોને ટાળતી જોવા મળી હતી. પોલીસે યુદ્ધના ધોરણે વ્યાજખોરને પણ ઝડપી લીધો છે. ફરિયાદીએ ડાઈંગ ડેકલેરેશન (Dying Declaration) માં લખાવેલા નામો લખ્યા હોવાનો પોલીસ સતત દાવો કરતી આવી છે. તટસ્થ તપાસના દાવાઓ કરતી રાજકોટ પોલીસ સ્યૂસાઈડ નોટ સાચી છે કે ખોટી તે અંગે કેમ કંઈ બોલવા તૈયાર નથી.

આપણ વાંચો- ડૉ.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતીની ઉજવણી

Tags :
Advertisement

.

×