પાકિસ્તાન સરહદે ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા મળી
- પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના સતર્ક
- બોર્ડર નજીક સઘન બંદોબસ્ત ગોઠવાયો
- સીમા પારથી થતી ઘૂસણખોરી રોકવામાં સેનાને સફળતા
Pahalgam Terror Attack : ભારતના પગલગામમાં આતંકી હુમલાની ઘટના (PAHALGAM TERROR ATTACK) બાદથી ભારતીય સેના (INDIAN ARMY) દ્વારા વધારે સતર્કતા દાખવવામાં આવી છે. તાજેતરમાં ભારતીય સેનાએ સીમા પર વધુ એક પાકિસ્તાની નાગરિકને દબોચી લીધો છે. સુરક્ષા દળોની સઘન તપાસના કારણે આ શક્ય બન્યું છે. આ અગાઉ જમ્મુ અને કાશ્મીરના પૂંછ, શ્રીગંગાનગર અને પંજાબના ગુરદાસપુરમાંથી પાકિસ્તાની ઝડપાઇ ચૂક્યા છે. આ ઘટનાને પગલે પાકિસ્તાનીઓના ખોટા ઇરાદા ડામવા ભારતીય સેનાની તૈયારીનો અંદાજો લગાડવો સહેલો છે.
સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે
આતંકી હુમલા બાદથી ભારતીય સેવા દ્વારા બોર્ડર પર ભારે સતર્કતા દાખવવામાં આવી રહી છે. હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાંથી એલઓસી પરથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે, તે પહેલા પંજાબના ગુરદાસપુરમાં એક પાકિસ્તાની ઝડપાયો હતો. તે અગાઉ શ્રીગંગા નગરમાંથી પાકિસ્તાની રેન્જરની ધરપકડ કરવામાં આવી છે. આ સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે. આજરોજ એલઓસી નજીકથી એક પાકિસ્તાની નાગરિકની અટકાયત કરવામાં આવી છે. ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે
પહલગામમાં આતંકી હુમલાની ઘટના બાદથી પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન કરીને છાશવારે નાના-મોટા હથિયારો વડે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. તેની સામે ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભારતના એક પછી એક વ્યુહાત્મક નિર્ણયોથી પાકિસ્તાન દુનિયાભરમાં હાંસિયામાં ધકેલાઇ રહ્યું છે. આ વચ્ચે પણ નાપાક હરકતો છોડવાનું નામ નથી લઇ રહ્યો ભારતનો દુશ્મન દેશ.
આ પણ વાંચો --- Pahalgam Terror Attack બાદ UNSC માં પાકિસ્તાનની ગજબ બેઇજ્જતી


